પનીર લિફાફા

Tanvi Desai
Tanvi Desai @cook_19312638

#નાસ્તો

શેર કરો

ઘટકો

૪ લિફાફા
  1. 2કપઘઉંનો લોટ
  2. 1 ચમચીઘી
  3. 1 ચમચીઘઉંનાલોટ ની સલરી
  4. બટર, પરાઠા રાંધવા માટે
  5. મીઠું
  6. ભરણ માટે (for stuffing)
  7. 250 ગ્રામપનીર (હોમમેઇડ કોટેજ ચીઝ)
  8. 1 કપપાલક (બારીક સમારેલી)
  9. 1 ચમચીજીરું
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1ડુંગળી, બારીક સમારેલી
  12. 3લીલા મરચા, બારીક સમારેલા
  13. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સિંગ બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું, 1 ચમચી ઓગાળેલું ઘી નાંખો. આગળ થોડું થોડું પાણી ઉમેરો અને કણક ભેળવવાનું શરૂ કરો. તમને નરમ, સુંવાળું કણક મળે ત્યાં સુધી ઘૂંટવું. ઠાકીને પરાઠાની કણકને 30 મિનિટ સુધી થવા દો

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં જીરું નાખો અને તે થોડો બ્રાઉન થાય ત્યાં સુધી રાહ જુઓ. ડુંગળી અને લીલા મરચા નાખો અને ડુંગળી નરમ થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    પાલક ઉમેરો અને પાલક બધી ભેજ ગુમાવી ન લે તયાં સુઘી રાઘોં. સ્વાદ પ્રમાણે મીઠું નાખો. એકવાર પાલક સંપૂર્ણ સુકાઈ જાય એટલે તાપ બંધ કરો અને ઠંડુ થવા માટે એક બાજુ રાખો.

  4. 4

    તેમા છીણેલુ પનીર, ચાટ મસાલા ઉમેરો. અને બધુ ભેગુ કરો. આ પરાઠા ભરણનું મિશ્રણ સુકા હોવું જોઈએ. તેમને સમાન કદના બોલમાં વહેંચો.

  5. 5

    નાના બાઉલમાં, ધઉં ના લોટને પાણી નાખી જાડી પેસ્ટ બનાવો.

  6. 6

    ફરી એક વાર પરાઠાની કણક ભેળવી અને તેને સમાન કદના દડા માં વહેંચો. તેને લગભગ 10 ઇંચ પાતળા રોલ કરો. અને તેના પર પનીર નુ તૈયાર કરેલુ મિશ્રણ પાથરો.

  7. 7

    પછી તેની કિનાર વાળી ઘઉંનાલોટ ની સલરી થી લિફાફા બનાવો.

  8. 8

    લિફાફા પનીર પરાઠાને ગરમ તાવા પર બટર, તેલ અથવા ઘી ઉપર મૂકો અને બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી બંને બાજુ પકાવો.

  9. 9

    આ પનીર લિફાફા પરાઠાને તરત જ નાસ્તામાં કેચપ અથવા અથાણાં સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi Desai
Tanvi Desai @cook_19312638
પર

ટિપ્પણીઓ

Tanvi Desai
Tanvi Desai @cook_19312638
નાના મોટા બધા ને પનીર ભાવે છે તેથી પાલક ઉમેરી મેં બાળકો ને ભાવે અેવુ ઘઉં ના લોટ ના પનીર લિફાફા બનાવ્યા છે.

Similar Recipes