કોર્ન મટર પાલક પનીર

avanee
avanee @cook_19339810

કોર્ન મટર પાલક પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ મોટો વાડકો પાલક
  2. ૨૦૦ ગ્રામ પનીર
  3. ૧ નાની વાટકી કોર્ન અને મટર
  4. ૨ મિડિયમ ડુંગળી
  5. ૪ થી ૫ કળી લસણ અને લીલું લસણ હોય તો
  6. ૧ ચમચી કિચન કિંગ મસાલો
  7. ૧ ચમચી ધાણા પાઉડર
  8. ચપટીહિંગ વઘાર પૂરતિ
  9. ૧ ચમચો ઘી
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ મા ૧ ચમચો ઘી લેવું તેમાં હિંગ નાખી તેમાં ડુંગળી લસણ ની પેસ્ટ નાખવી.તેને બરાબર ચઢવા દેવો ધીમા તાપે.

  2. 2

    બાજુ માં ધોયેલી પાલક ને ઉકળતા પાણી માં ૨ મિનિટ નાખી તરત જ ઠંડા પાણી માં નાખવી.. જેથી એનો કલર નહિ બદલાય...ઠંડી કર્યા પછી તેને ચારણી થી કોરી કરી પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    ડુંગળી ચડી જય એટલે તેમાં પાલક ની પેસ્ટ નાખી હલાવવી...પાણી બળી જવા આવે એટલે તેમ કિચન કિંગ મસાલો અને ધાણા પાઉડર ઉમેરી દેવા..

  4. 4

    ઘી છુંટે ત્યારે તેમાં પનીર ના ટુકડા નાખી ૨ મિનીટ ચડવા દેવું એ જ સમયે તેમાં ફ્રોઝન વટાણા અને મકાઈ ના દાણા નાખી દેવા

  5. 5

    બસ ૨ થી૩ મિનિટ ઉકાળી ને ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
avanee
avanee @cook_19339810
પર

ટિપ્પણીઓ

Similar Recipes