પનીર ભુરજી

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#એનિવર્સરી #week3 #મૈન કોસૅ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ માટે
  1. ૧૦૦ ગ્રામ પનીર
  2. ૨ નંગ ડુંગળી
  3. ૨ નંગ ટામેટા
  4. ૧ નંગ લીલું મરચું
  5. ૫ થી ૭ કળી લસણ
  6. અડધી ટીસ્પૂન ગરમ મસાલો
  7. અડધી ટીસ્પૂન કિચન કિંગ મસાલો
  8. ૧ ટીસ્પૂન મરચું પાવડર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૨ ટેબલ સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી, લીલુ મરચુ અને લસણને મિક્સરમાં ક્રશ કરી લો.

  2. 2

    ટામેટાને ધોઈને મિક્સર માં ક્રશ કરી લો.

  3. 3

    એક કડાઈમાં તેલ લઈ તેમાં ડુંગળીની પેસ્ટ નાખો. તેને ઢાંકીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવા દો.

  4. 4

    પછી તેમાં ટામેટાની પેસ્ટ અને બીજો બધો મસાલો નાખી દો. પછી તેને ઢાંકીને ચડવા દો.

  5. 5

    પછી તેમાં પનીર છીણીને નાખો. જરૂર પડે તો થોડું પાણી નાખો. પછી તેને ઢાંકીને તેલ છૂટે ત્યાં સુધી ચઢવા દો.

  6. 6

    થઈ જાય પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લો. અને ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો. તૈયાર છે પનીર ભુરજી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes