રવા કોર્ન ઢોકળા

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13

#goldenapron3
#week4
#રવા , કોર્ન

શેર કરો

ઘટકો

  1. ૧ વાડકી રવો (સોજી)
  2. ૨ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  3. ૧/૨ વાડકી દહી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧/૨ વાડકી કોર્ન
  6. ૧ પેકેટ ઇનો
  7. વઘાર માટે તેલ રાઈ ને તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા રવા ને દહી થી પલાળી ઢાંકી ને રાખો ૧૫ મિનિટ સુધી

  2. 2

    પછી તે ખીરા માં જરૂર હોય તો થોડું પાણી નાખવું તેમાં આદુ મરચાં ની પેસ્ટ મીઠું કોર્ન નાખી ખીરું તૈયાર કરો પછી તેમાં ઇનો નું પેકેટ નાખો

  3. 3

    પછી તેની પર ગરમ તેલ નાખી બરાબર મિક્સ કરો પછી એક થાળી માં તેલ લગાવી તેમાં ખીરું પાથરી તેને સીજવા મૂકી દો

  4. 4

    ૧૦ મિનિટ પછી છરી લગાવી જોઈ લો છરી પર ખીરું ચોંટે નહિ તો ઢોકળા તૈયાર થઈ ગયા છે પછી તેની પર રાઈ તલ નો વઘાર નાખવો

  5. 5

    હવે ઢોકળા તૈયાર છે તેને કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકાય એમનેમ પણ મસ્ત લાગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes