શેર કરો

ઘટકો

  1. ૬૦૦ ML - અમુલ છાસ
  2. ૩ થી ૪ ચમચી ચણાનો લોટ
  3. ૩ - ચમચી ગોળ
  4. ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  5. ૧ /૨ ચમચી લાલ મરચું પાવડર
  6. ૧/૨ ચમચી હળદર પાઉડર
  7. ૧ - ચમચી ધાણાજીરૂ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. # વઘાર માટે :-
  10. ૨ - ચમચી તેલ
  11. ૧ - ચમચી ઘી
  12. ૧/૨ ચમચી રાઈ
  13. ૧/૨ ચમચી જીરૂ
  14. ૧ - સુકું લાલ મરચું
  15. ૨ - નંગ લવિંગ
  16. ૩ - નંગ આખા મરી
  17. ૧ - નાનો ટુકડો તજ
  18. ૧/૨ ચમચી મેથી નો ભુક્કો
  19. ૧/૪ ચમચી હિંગ
  20. થોડા મીઠા લીમડાના પાન
  21. # ગાર્નિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ થોડી છાસ એક વાડકી માં લઇ એમાં ચણાનો લોટ બરાબર મિક્સ કરો.હવે આ લોટનું મિશ્રણ છાસમાં નાખીને બરાબર વલોવી લો.

  2. 2

    આ લોટ વાળી વલોવેલી છાસમાં બધા જ મસાલા નાખી દો આદુ મરચાની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું, મીઠું, ગોળ. બધું નાખી હલાવી અને ઉકળવા દો.

  3. 3

    હવે વઘારીયામા ઘી અને તેલ ગરમ કરી તેમાં તજ, લવિંગ,મરી, અને રાઈ,જીરું,હિંગ,અને મેથી નો ભુક્કો અને લીમડા ના પાન નાખી વઘાર ને કઢીમાં નાખી તુરંત ઢાંકી દો.

  4. 4

    હવે કઢી થોડીવાર ફરી ઉકાળી ગેસ ઓફ કરી ઉપર થી કોથમીર નાખી સર્વ કરો.

  5. 5

    આ ખાટી મીઠી કઢી ખીચડી,ભાત, અને રોટલા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. શિયાળા માં અને ચોમાસામાં આવી ગરમ ગરમ કઢી ખાવા થી શરદી માં ખૂબ જ રાહત મળશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
પર

ટિપ્પણીઓ

Similar Recipes