કાઠીયાવાડી ભરેલા ભીંડા

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫ થી ૨૦ લાંબા ભીંડા
  2. ૨ ચમચી ચણાનો લોટ
  3. મીઠું જરૂર મુજબ
  4. ૧ ચમચી મરચું
  5. ૨ ચમચી ધાણાજીરૂ
  6. થોડી હળદર
  7. અડધી ચમચી ગરમ મસાલો
  8. ૨ ચમચી લીંબુનો રસ
  9. ૨ ચમચી ગોળ/તેલ ૩ ચમચી
  10. ૧ ચમચી લસણની પેસ્ટ
  11. ૪ ચમચી તેલ
  12. અડધી ચમચી રાઈ
  13. અડધી ચમચી જીરૂ
  14. થોડી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભીંડા લઈને તેને વચ્ચે કટ કરીને બીયા કાઢી લેવાના છે ભીંડો આખો રાખવાનો છે. એક પેનમાં ચણાનો લોટ લઈને તેને 5 મીનિટ સેકવાનો છે.

  2. 2

    ચણાનો લોટ ઠંડો પડે પછી તેમાં મીઠું નાખીને મરચું,હળદર,ધાણાજીરું, લીંબુ નો રસ,ગોળ,ગરમ મસાલો, લસણની પેસ્ટ,તેલ નાખી મસાલો રેડી કરો.

  3. 3

    મસાલો રેડી થાય પછી ભીંડા માં ભરો બઘા ભરી રેડી કરો પછી એક પેન માં તેલ લઈ રાય જીરા નો વઘાર કરી હીંગ નાખી ભીંડા નાખો.

  4. 4

    હવે ભીંડા નાખી હલાવી પેન નું ઢાંકણું બંધ કરી ૧૦ થી ૧૫ મિનિટ ચઢવા દો.પછી પ્લેટ માં કાઢી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Gajjar
Ami Gajjar @123456yami
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes