કાઠીયાવાડી સ્પેશિયલ ઉંધીયું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક નાં મીડિયમ ટુકડા કરી ને સરખા પાણી માં સારી રીતે ધોઈ લો..
- 2
- 3
હવે ઊંધિયા માટે મેઈન પેસ્ટ બનાવવા માટે માટે મિક્સર જારમાં માં આદુ, મરચા, તલ, સીંગદાણા, થોડા મરી, થોડી આખી એલચી, આખા લવિંગ આ બધું પાણી ઉમેરી ને પેસ્ટ તૈયાર કરી લો..
- 4
ત્યારબાદ મૂઠિયાં બનાવવા માટે ચણા ના લોટ માં સમારેલી ધોયેલી મેથી ની ભાજી ઉમેરો. અને તેમાં બધા મસાલા મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ને કણક બાંધી લો.. થોડી મુઠડી બનાવી લો..અને બાકી લાલ- લીલાં મરચાં માં ભરી લો.. તેલ માં આછી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી તળી લો..
- 5
હવે એક મોટી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.. ગરમ થાય એટલે રાઈ અને જીરા નો વઘાર કરો.. થોડી ચપટી હિંગ નાખી આખા મોટા ઇલચા, ફુલચક્ર, તમાલપત્ર નાખો.. પછી થોડી પેસ્ટ નાખો.. અને સાતડો.. પછી બધા શાક વારાફરથી નાખો.. અને ઢાંકણ ઢાંકી દો.. થોડી વાર પછી દેશી ટામેટા અને બધા મસાલા નાખી અને ફુલ તાપે મિક્સ કરી ને પાણી નાખી ને શાક ઉકાળો.. હવે લાગે બધું શાક ચઢી ગયું છે.. ત્યારબાદ મુથડી અને ભરેલા મરચાં નાખી ને ચમચા થી મિક્સ કરો. ધ્યાન રાખવું કે મૂથડી તૂટી નાં જાય.. હવે શાક ને ઢાંકણ ઢાંકી ને ધીમા તાપે ચડવા દો..
- 6
તૈયાર છે ઉતરાયણ પર્વ નું સ્પેશિયલ કાઠીયાવાડી ઊંધિયું.. તેને છાસ, સલાડ અને ગુલાબજાંબુ સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સુરતી ઉંધીયું - મઠો (Surti Undhiyu & Matho Recipe In Gujarati)
#એનીવેરસારી#મેઈન કોર્સ ઉધિયું એ ગુજરાત ની ઓળખ છે. આપણા વડીલો એમાં વપરાતા સિઝનાલ શાક અને કંદ મૂળ ને વિવિધ મસાલા અને તેલ મીક્સ કરી માટી ના વાસણ માં ભરી બરાબર બંધ કરી જમીન માં ઉંધુ મૂકી ગરમ કોલસા થી જ એને રાંધતા હોવાથી એને ઉંધીયું ના નામ થી ઓડખવામાં આવે છે પણ હવે એ વિસરાતું જાય છે.હવે એને ગેસ પર કે ચૂલા પર બનાવામાં આવે છે. દક્ષિણ ગુજરાત નું સુરતી ઉંધીયું જ્યારે ઘરમાં બનતું હોય ત્યારે આખા મોહલ્લા માં એની સુગંધ પ્રસરી જાય છે. ત્રણ દાણા વાળી સ્પેશિયલ સુરતી પાપડી જ એમાં લેવામાં આવે છે.લીલો મસાલો,લીલું લસણ,લીલાં ધાણા,લીલું કોપરું , લીલી હળદળ જેવા વિવિધ લીલાં મસાલા થી બનતું ઉંધીયું નો લીલો કલર અને સુગંધ થી કોઈ પણ વય ના લોકો એને ખાવા વગર રહી શકતા નથી.આ શિયાળા ની સ્પેશિયલ વાનગી છે.એમાં વપરાતા મસાલા, શાકભાજી, કંદ મૂળ e બધું શિયાળા માં જ મળતું હોવાથી લોકો એની આખું વર્ષ રાહ જુવે છે.વાડી ધાબા બધે ઉંધીયું જલેબી અને મઠા ની પાર્ટી યોજાય છે.લગ્ન માં તો મહરજદ્વારા ઉંધીયું ખાસ બનાવાય છે. Kunti Naik -
-
માટલા ઉંધીયું (Matala Undhiyu Recipe In Gujarati)
#KSમાટલા ઉંધીયું ખાવા માં ખૂબ મજા આવે છે સામાન્ય રીતે આ ઉંધીયું ખેતર માંજ બનાવાય અને ખવાય પણ આજે આ ઉંધીયું આપણે ઘરે બનાવીશું jignasha JaiminBhai Shah -
-
-
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#ઉત્તરાયણસ્પેશિયલ#Makarshankranti#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
ઊંધિયું (સુરતી +કાઠીયાવાડી)
#સંક્રાંતિ#ઇબુક૧#૧૭મેં આજે સુરતી અને કાઠીયાવાડી બંને સ્ટાઈલ મીક્સ કરીને સ્પેશ્યલ બનાવ્યું છે. સુરતી ઉંધીયું લીલો મસાલાનો & અને વિવિધ શાક સાથે વિવિધ કંદ નો ઉપયોગ કરીને બનાવાય છે અને કાઠીયાવાડી ઊંધિયું લાલ મસાલો ઉપયોગ કરીને બનાવી છે અને કંદનો ઉપયોગ નથી થતો. મેં આજે લાલ મસાલો, વિવિધ શાક અને કંદ નો ઉપયોગ કરી અને ઉંધિયું બનાવ્યું છે. Bansi Kotecha -
-
-
-
ઉંધીયુ-પુરી(સંક્રાંતિ સ્પેશિયલ)
#સંક્રાંતિ ઊંધિયું-પૂરી સ્પેશ્યલ ઉતરાયણના દિવસે ખાવામાં આવે છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
ઉંધીયું
#ડિનરપારંપરિક ગુજરાતી ઉંધીયું ... પ્રેશર કૂકર માં એકદમ સરળ અને સ્વાદિષ્ટ અને જલ્દી બનાવો... Jagruti Manish (Dalwadi) Shah -
-
-
-
-
સુરતી ઉંધીયું
#૨૦૧૯સુરતી ઉંધીયું મારું અને મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ છે.અને એક રીતે જોઈએ તો ખૂબ જ પૌષ્ટિક હોય છે કેમકે તેમાં ઘણાં બધાં શાકભાજી ઉમેરીને બનાવીએ છીએ. Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ