રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ગવાર
  2. ૧ ચમચી લાલ મરચું
  3. ૧ ચમચી હરદલ
  4. ૨ ચમચી ધાણા જીરું
  5. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  6. ૨ મોટી ચમચી ગોળ
  7. ચપટીહીંગ
  8. ૧/૨ ચમચી રાઈ
  9. ૧/૨ ચમચી અજમો
  10. ચમચી૨ તેલ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ૨ ચમચી લીંબુ નો રસ
  13. ઢોકળી માટે
  14. ૧/૨ કપ ઘઉં નો લોટ
  15. ૧/૪ કપ ચણા નો લોટ
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. ૧ ચમચી હરદલ
  18. ૧/૨ ચમચી અજમો
  19. તેલ મોણ માટે
  20. ૧ ચમચી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગવાર ને મીડીયમ કટ કરી લો. પછી કુકર માં મીઠું હરદલ અજમો ઉમેરી ૨ સિટી વગડો.

  2. 2

    હવે એક બાઉલ માં બધા લોટ અને મસાલો ઉમેરી લોટ બાંધી લો.હવે તેને નાનાં નાના લુવા કરી હાથ થી થેપી લઇ નાની નાની ગોલ ઢોકળી કરી લો.

  3. 3

    હવે કુકર ઠંડુ પડે પછી તેને એક બાઉલમાં કાઢી લો.હવે કુકર માં તેલ લઇ રાઈ ઉમેરો.રાઈ તતળે એટલે તેમાં હિંગ ઉમેરો.પછી તેમાં ચોપ લસણ ઉમેરી સાંતળો.

  4. 4

    હવે તેમાં, લાલ મરચું, ધાણા જીરું, ઉમેરો. પછી તેમા ૨ ગ્લાસ પાણી ઉમેરો. હવે તેમાં ધીમે ધીમે ઢોકળી ઉમેરો.પછી કુકર બંધ કરી ૨ સિટી મારો.

  5. 5

    હવે કુકર ઠંડુ પડે પછી તેમાં ગોળ ઉમેરો.અને લીંબુ નો રસ ઉમેરી ૫ મિનિટ હલાવો.સ્વાદિષ્ટ ગવાર ઢોકળી રેડી છે.(ગોળ અને લીંબુનો રસ છેલ્લે જ ઉમેરવા.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kripa Shah
Kripa Shah @Kripa_4988
પર
Cooking is passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes