શાહી મટર પુલાવ (Shahi Mutter Pulao recipe in Gujarati)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ભાત
એક સાદું અને સુગંધિત પુલાવ ની વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાસમતી ચોખા
  2. ૧/૨ કપ તાજા લીલા વટાણા
  3. 3 ટેબલ સ્પૂનઘી
  4. 2તજ ના ટુકડા
  5. 6લવિંગ
  6. 3ઈલાયચી
  7. 1 ટી સ્પૂનજીરું
  8. 2નાના તમાલ પત્ર
  9. ૩-૪ લીલા મરચા ચીરીને
  10. ૧" આદુ નો ટુકડો ખમણેલું
  11. 1ડુંગળી લાંબી સ્લાઈસ કરી ને સમારેલી
  12. 1 ટી સ્પૂનગરમ મસાલો
  13. 2 ટેબલ સ્પૂનકાજુ ના ટુકડા
  14. 2 ટેબલ સ્પૂનકાજુ ની પેસ્ટ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 2 ટેબલ સ્પૂનલીંબુના રસ
  17. ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાસમતી ચોખા ને ઘોઈ અને ૧/૨-૧ કલાક પલાળી રાખો.

  2. 2

    કાજુ ની પેસ્ટ બનાવવા માટે-- ૨ ટેબલ સ્પૂન કાજુ ના ટુકડા માં થોડું ગરમ પાણી નાખી ને મિક્ષ્ચર જાર માં બારીક પીસી ને પેસ્ટ બનાવી લો. પુલાવ બનાવવા માટે બઘી સમાગ્રી તૈયાર રાખો.

  3. 3

    એક પાન પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં તજ, લવિંગ, જીરું, ઈલાયચી,તમાલપત્ર નાખી ને વઘાર કરો. જીરું તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં અને આદુ નાખી ને ૧ મિનિટ સાંતળો.

  4. 4

    કાજુ ના ટુકડા નાખી ને સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળો. હવે એમાં કાજુ ની પેસ્ટ ઉમેરીને ૧ મિનિટ સાંતળો.

  5. 5

    તાજાં લીલાં વટાણા ઉમેરો અને મિક્સ કરી ને ૨ મિનિટ સાંતળો. હવે એમાં પલાળેલા બાસમતી ચોખા (પાણી નીતરી ને) નાખી ને ૨ મિનિટ સાંતળો.

  6. 6

    હવે એમાં ગરમ મસાલો, મીઠું, લીંબુનો રસ જરૂરિયાત મુજબ પાણી નાખી ને ૨ સીટી વગાડી ને પ્રેશર કુક કરો.

  7. 7

    કુકરમાં થી વરાળ નીકળી જાય એટલે ઢાંકણ ખોલી, પુલાવ ને સર્વિગ બોઉલ માં કાઢી ને ઝીણી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો. ગુજરાતી કઢી અથવા રાઈતો સાથે ગરમાગરમ સ્વાદિષ્ટ શાહી મટર પુલાવ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes