વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#GA4
#Week19
#Pulao
બપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે.

વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)

#GA4
#Week19
#Pulao
બપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  1. 3/4 કપબાસમતી ચોખા
  2. 2 ગ્લાસપાણી
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. 2 ટેબલસ્પૂનઘી
  5. 1/4 કપસમારેલા ગાજર
  6. 1/4 કપસમારેલા બટેટા
  7. 3 ટેબલસ્પૂનસમારેલા કેપ્સીકમ
  8. 2 ટેબલસ્પૂનલીલા વટાણા
  9. 7-8કાજુ ના ટુકડા
  10. 8-10કીસમીસ
  11. 2લવિંગ
  12. 1તમાલપત્ર
  13. 1બાદિયો
  14. 1/4 ટીસ્પૂનહળદર
  15. 1 ટીસ્પૂનલાલ મરચુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા ને 3-4 વખત પાણી થી ધોઈ લો.

  2. 2

    હવે એક લોયા માં ઘી લો.

  3. 3

    ઘી ગરમ થાય એટલે તેમાં લવિંગ, તમાલપત્ર, બાદીયો, કાજુ ના ટુકડા અને કીસમીસ ઉમેરી ને ધીમા તાપે 1 મિનિટ સાંતળો.

  4. 4

    હવે તેમાં સમારેલા કેપ્સીકમ, ગાજર, બટેટા ઉમેરો. વટાણા ઉમેરી લો. ત્યારબાદ મીઠું, હળદર અને લાલ મરચુ પાઉડર ઉમેરી ને મિક્સ કરી લો.

  5. 5

    હવે ધોયેલા ચોખા ઉમેરી ને મિક્સ કરી લો. ત્યારબાદ પાણી ઉમેરી ને મિક્સ કરી લો. હવે ધીમા તાપે ઢાંકી ને પુલાવ ને ચડવા દો.

  6. 6

    તો તૈયાર છે સરસ મજાનો વેજ પુલાવ. રાયતા અને પાપડ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

ટિપ્પણીઓ (15)

Similar Recipes