પુલાવ(pulav recipe in gujarati)

Rupal Gandhi
Rupal Gandhi @cook_16100355

#ઈસ્ટ
આ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યકિત
  1. ૧ કપ- બાસમતી ચોખા
  2. ૨ ચમચી- ઘી
  3. નાનો ટુકડો - તજ
  4. ૨ નંગ- લવિંગ
  5. ૧ નંગ- સ્ટાર ઈલાયચી
  6. ૧ નંગ- તમાલ પત્ર
  7. ૧ નંગ- ડુંગળી
  8. ૨ ચમચી- આદું, મરચાં, લસણ, ફુદીનો અને લીલા ઘાણા ની પેસ્ટ
  9. ૧ નંગ- ગાજર
  10. ૧ નંગ- બટાકો
  11. ૨ કપ- પાણી
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બાસમતી ચોખા ને ઘોઈ અને ૩૦ મિનિટ પલાળી લેવા. ડુંગળી, ગાજર અને બટાકા ને કટ કરી લેવા.

  2. 2

    એક તપેલી માં ઘી ગરમ થાય એટલે તેમાં બઘા આખા મસાલા નાખવા. હવે તેમાં ડુંગળી નાંખીને શેકી લેવું.

  3. 3

    ડુંગળી શેકાય એટલે તેમાં બનાવેલી લીલી પેસ્ટ ઉમેરવી. હવે તેમાં ગાજર અને બટાકા ઉમેરવા.પછી તેમા પલાળેલા ચોખા ઉમેરી થોડા શેકી લેવા.

  4. 4

    હવે તેમાં પાણી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ચોખા ને ચઢવા દેવા જ્યાં સુધી બધું પાણી બળી ના જાય. હવે તેને ગેસ પર થી ઉતારી ૧૦ મિનિટ ઠંડો થવા દેવો પછી તેને પીરસવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rupal Gandhi
Rupal Gandhi @cook_16100355
પર

Similar Recipes