શાહી મટકા ખીચડી(Shahi Matka Khichadi Recipe in Gujrati)

Snehalatta Bhavsar Shah
Snehalatta Bhavsar Shah @cook_17439945

#ભાત
શાહી મટકા ખીચડી આ એક પારંપરિક રીતે બનાવવામાં આવેલી ખીચડી છે કે જે માટીના વાસણમાં બનાવવામાં આવે છે. શાહી મટકા ખીચડી તેના નામ પ્રમાણે જ શાહી એટલા માટે કહેવાય છે કે તેમાં કાજુ ,દ્રાક્ષ ,બાસમતી કે ક્રિષ્ના કમોદ ના ચોખા અને બધા જ પ્રકારના ખડા મસાલાનો ઉપયોગ કરીને શુદ્ધ દેશી ઘી થી બનાવવામા આવેલ છે. શાહી મટકા ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે અને બહુ જ ટેસ્ટી લાગે છે.

શાહી મટકા ખીચડી(Shahi Matka Khichadi Recipe in Gujrati)

#ભાત
શાહી મટકા ખીચડી આ એક પારંપરિક રીતે બનાવવામાં આવેલી ખીચડી છે કે જે માટીના વાસણમાં બનાવવામાં આવે છે. શાહી મટકા ખીચડી તેના નામ પ્રમાણે જ શાહી એટલા માટે કહેવાય છે કે તેમાં કાજુ ,દ્રાક્ષ ,બાસમતી કે ક્રિષ્ના કમોદ ના ચોખા અને બધા જ પ્રકારના ખડા મસાલાનો ઉપયોગ કરીને શુદ્ધ દેશી ઘી થી બનાવવામા આવેલ છે. શાહી મટકા ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે અને બહુ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 150 ગ્રામબાસમતી અથવા કૃષ્ણ કમોદ ના ચોખા
  2. 50 ગ્રામતુવર-દાળ
  3. 50 ગ્રામટુકડા કાજુ
  4. 20 ગ્રામસૂકી દ્રાક્ષ
  5. 7 નગલવિંગ
  6. 7 નંગમારિયા
  7. 2સ્ટાર ફૂલ
  8. 3 ટુકડાતજ
  9. 25 ગ્રામસીંગદાણા
  10. 10 ગ્રામલસણ
  11. 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  12. 100 ગ્રામઝીણા સમારેલા બટાકા
  13. 50 ગ્રામઝીણી સમારેલી ડુંગળી
  14. 25 ગ્રામઝીણા સમારેલા કેપ્સીકમ
  15. 25 ગ્રામવટાણા
  16. 4કડી પત્તા
  17. 50 ગ્રામશુદ્ધ દેસી ઘી
  18. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  19. અડધી ચમચી હળદર
  20. 1 ચમચીધાણાજીરૂ
  21. 1 ચમચીગરમ મસાલો
  22. મીઠું સ્વાદ અનુસાર
  23. 1 ચમચીરાઈ
  24. 1 ચમચીજીરૂ
  25. ચપટીહિંગ
  26. કોથમીરથી ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ ચોખા ને ધોઈ એક કલાક પહેલા પલાળીને રાખી મૂકવા. ત્યાર બાદ એક માટી ના વાસણમાં ઘી ઉમેરી તેમાં રાઈ નો વઘાર મૂકી રાઈ ફૂટે એટલે જીરું,હિંગ, લસણ,આદુ મરચાં,સીંગદાણા,બધા જ ખડા મસાલા, કડી પત્તા નાખી ધીમા તાપે હલાવવું. છેલ્લે કાજુ દ્રાક્ષ ઉમેરી અડધી મિનિટ ઘી મા બરાબર શેકવા દેવા.વધારે ના શેકવા નહિ તો કાજુ દ્રાક્ષ જલ્દી શેકાઈ ને બળી જસે.

  2. 2

    હવે બટાકા ડુંગળી કેપ્સીકમ વટાણા બધું શાક નાખી તેમાં મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો મીઠુ ઉમેરી મસાલો શાકમાં મિક્ષ કરી પાંચ મિનિટ સુધી ઢાંકી ધીમા તાપે શેકવા દેવું. શાકમાંથી થોડું ઘી છુટું પડશે (નીકળશે) અને સુગંધ પણ સરસ આવે ત્યારે પલાળેલા ચોખા અને તુવેર દાળ શાક માં ઉમેરી તેમાં માં દોઢ ગ્લાસ પાણી નાખી હલાવવું.(પાણી વધારે ઓછું ચોખાની ક્વોલિટી અને ચોખાનવા છે કે જુના તેના પર આધાર રાખે છે)

  3. 3

    હવે શાહી મટકા ખીચડી પર ઢાંકણ ઢાંકી મધ્યમ તાપે શાહી મટકા ખીચડીને 15 મિનિટ સુધી સીજવા દેવી. વચ્ચે 2 કે 3 વાર ઢાંકણું ખોલી ખીચડી હલાવી દેવી. એક ચમચીથી ખીચડીના બેત્રણ દાણા કાઢી દાણો દબાવી ચેક કરી લેવું.જો દાણો દબાવતા તરત તૂટી જાય તો ખીચડી બનીને તૈયાર છે એ સમજી જવું.

  4. 4

    બનીને તૈયાર થયેલી શાહી મટકા ખીચડીને પ્લેટમાં કાઢી કોથમીર થી ગાર્નિશ કરવી.ખીચડી ને છાશ,દહી, પાપડ વગેરે સાથે પીરસી શકાય.મેં ખીચડી ને એકલી જ પીરસી છે કારણ કે આ ખીચડી દહીં છાશ કે બીજી કોઈ વસ્તુ વિના પણ ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખીચડી એટલી ટેસ્ટી બને છે કે આ ખીચડી બનાવવા નું અને ખાવાનું મન વારંવાર થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Snehalatta Bhavsar Shah
Snehalatta Bhavsar Shah @cook_17439945
પર

Similar Recipes