ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)

#goldenapron3
#week -17
#kheer
ખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે ..
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3
#week -17
#kheer
ખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ચોખાને ધોઈને 1/2 કલાક માટે પાણી માં પલાળી દો
- 2
એક મોટી તપેલી માં 2 લિટર દૂધ ને ધીમા તાપે ઉકાળવા મૂકી દો દૂધ માં ઉભરો આવે એટલે તેમાંથી 1/2 કપ દૂધ એક વાડકી માં કાઢી ને તેમાં કેસર ને પલળવા રાખી દો
- 3
બાકીના દૂધમાં પલાળેલા ચોખા નાખીને ધીમા તાપે ચોખા ચળી જાય ત્યાં સુધી કૂક કરી લો વચ્ચે વચ્ચે હલાવતા રેહવું અને ધ્યાન રાખવું કે ખીર દાઝી ના જાય
- 4
15 મિનિટ માં ચોખા સરસ કુક થઇ જાય એટલે એમાં ખાંડ નાખીને મિક્સ કરી લો અને ફરી 10 મિનિટ માટે ધીમા તાપે ખીર ગાઢી થાય ત્યાં સુધી કુક કરી લો..
- 5
ખીર કુક થાય ત્યાં સુધી એક પેન માં 1 નાની ચમચી ઘી નાખીને કાજુ બદામ પિસ્તા ને ધીમા તાપે સેકી લો ને સાઈડ માં રાખી દો
- 6
ખીર ગાઢી થઇ જાય એટલે એમાં એલચી પાવડર અને કેસર વાળું દૂધ નાખીને મિક્સ કરી લો 1 મિનિટ માટે ઉકાળી લો.. ત્યારબાદ રોસ્ટ કરેલા નટ્સ અને દ્રાક્ષ નાખીને મિક્સ કરી ગેસ ની ફ્લેમ બન્ધ કરી ખીર ને ઠંડી કે ગરમ સમારેલા કાજુ બદામ પિસ્તા અને કેસર થી ગાર્નીસ કરી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જરદો (સ્વીટ રાઈસ)
#ચોખામીઠો ભાત મુસ્લિમ લોકો લગ્ન માં કે ત્યોહાર પાર બનાવતા હોય છે જેને તેઓ જરદો કેહતા હોય છે Kalpana Parmar -
ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati)
#DFT#Diwali21#CookpadIndia#Cookpadgujarati#DRYFRUITSKHEER#kheer#VANDANASFOODCLUBબધાને હેપ્પી દિપાવલીદિવાળી ચાલુ થાય એટલે દરેક ના ઘરમાં અવનવા પકવાન બનતા હોય છે અને ઘણાં લોકો ના ઘરમાં તો વર્ષોથી ચાલી આવતા ટ્રેડિશન પણ હોય જે એજ પકવાન કે ભાડું ઘરમાં દર વર્ષે બને. એવી જ રીતે અમારે ત્યાં પણ એક ટ્રેડિશન છે દર વર્ષે ઘન તેરસ પર લાપસી, પછી કાળી ચૌદશ પર ખીર કે દૂધપાક અને દિવાળી ના દિવસે વેઢમી એટલે પૂરણ પોળી બનાવવા માં આવતી મારી મમ્મી દર વર્ષે આજ બનાવતી અને હવે હું પણ એ ટ્રેડિશન ફોલ્લો કરું છું તો એજ પ્રસંગ ને ધ્યાન માં રાખતા મે આજે ડ્રાય ફ્રૂટસ ખીર બનાવેલ છે. આમ પણ હિન્દુ ટ્રેડિશનમાં ખીર એ દરેક નાના મોટા તહેવાર માં બનાવવા માં આવતી ટ્રેડિશનલટ્રેડિશનલ સ્વાદિષ્ટ સ્વીટ છે. Vandana Darji -
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ વસ્તુ એને બીજી ખીર કરતા અલગ પાડે છે. તમાલપત્ર અને તજ ની એક ખુબ જ સરસ સુગંધ મળે છે. ખીર એ શુભ પ્રસંગોએ તેમ જ તહેવારોમાં બનાવવામાં આવતી વસ્તુ છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ ખીર બનાવતી વખતે દૂધ ને થોડું ઉકાળવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ એકદમ વધી જાય છે.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
ચોખાની ખીર (Rice Ni Kheer Recipe In Gujarati)
#સાઉથઇન્ડિયા પાકિસ્તાન ભૂતાન અને નેપાળમાં પણ famous sweet છેઆપણે ત્યાં જ્યારે માતાજી તેડવાના હોય ત્યારે અથવા આપણે ગોરની જમાડીએ અત્યારે ખીર ની પ્રસાદી અવશ્ય બનાવીએ છીએ કુવારીકા છોકરીઓને માતાજીનું સ્વરૂપ ગણી આપણે તેને ખીર જમાડીએ છે Kalyani Komal -
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
ચોખાની ખીર
#ચોખાચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે બનાવામાં આવે છે લોકો તેને મજાથી માણે છે. આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે પણ ધરવામાં આવે છે Kalpana Parmar -
ખીર (Kheer Recipe In Gujarati)
ખીર બધાના ઘર મા બનતી હોય છે સરળ અને ઝડપી બનતી આ recipe હું અહીં શેર કરું છું #mr Dhruti Raval -
-
ખીર(Kheer Recipe in Gujarati)
આપણા દેશમાં સમૃદ્ધ સંસ્કૃતિ ભોજન છે. વિવિધ રાજ્યોમાં લોકો ખાસ પ્રસંગો પર વિશાળ શ્રેણીમાં મીઠી વાનગીઓ બનાવે છે. ગુજરાત તેના ખાદ્ય અને મીઠાઈઓ માટે જાણીતું છે. તહેવારો દરમ્યાન અને અન્યથા ગુજરાતી લોકો વિવિધ પ્રકારની ખાદ્ય ચીજો બનાવતા આનંદ માણે છે. ગુજરાતી મીઠાઈઓ સ્વાદિષ્ટ જ નઈ , પરંતુ તેમાંથી મોટાભાગના તમારા સ્વાસ્થ્ય માટે પણ સારી છે. તેમાં ની એક ખુબજ સરળ રીતે બની જય અને દરેક ઘર માં વારંવાર બનવામાં આવતી બધા ને પ્રિય, આવી ચોખા ની ખીર ગુજરાતી વાનગી ખીર. ગુજરાતમાં આપડે ત્યાં સારો પ્રસંગ કે કોઈ સારુ કાર્ય કે કોઈ શુભ સમાચાર હોઈ તો તરત જ આપડે ખીર બનાવી નાખીએ છીએ. એટલું જ નઈ પણ શ્રાદ્દ માં કે કોઈ પિતૃ કાર્ય માં પણ ખીર બનાવાય છે. આપડે ત્યાં ખીર મોટા ભાગે બાસમતી ચોખા અને દૂધ માંથી બને છે બાસમતી સિવાય ના ચોખા થી પણ બને છે. Kheer માં ચોખા 2 રીતે નખાય છે. 1 ચોખા પલાળી ને કાચા જ દૂધ માં નાખવા માં આવે છે અને દૂધ ઘટ્ટ થાય તેની સાથે ઉકળી ને ચોખા પણ saras ચડી જય છે.2. ચોખા ને પલાળી ને પેહલે થી જ બાફી પછી દૂધ ઘટ્ટ થાય એટલે નાખવા માં આવે છે. દૂધ ઉકાળી ને ઘટ્ટ કરી શકાય છે તેમાં થોડો વધારે સમય લાગે છે. જો તમારી પાસે સમય ઓછો હોઈ તો કન્ડેન્સ મિલ્ક ઉમેરી ને ઘટ્ટ કરી શકાય અથવા મિલ્ક પાઉડર થી પણ દૂધ ને ઘટ્ટ કરી શકાય. કેન્ડેન્સ મિલ્ક યા મિલ્ક પાઉડર ના ઉપયોગ થી ખીર ખુબજ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે. #GA4#week4#Gujarati#Kheer# Archana99 Punjani -
-
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#AM2ચોખાની ખીરરાત્રે જમવામાં શું બનાવવું એવું થાય છે તો આ ખીર સાથે મસાલા ભાખરી પૂરી ઢેબરા વડા સરસ લાગે છે અને શાકભાજી કે બીજા કશાની જરૂર પડતી નથી આમ પણ વડીલો રાત્રે દૂધને ભાખરી ખાતા હોય છે તો આ એક નવી રેસીપી મેં બનાવી છે કે તમને ગમશે જ Jayshree Doshi -
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચોખા ની ખીર એક એવી મીઠાઇ છે જે કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં ઇલાયચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે.આ ચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે લોકો તેને મજાથી માણે છે.આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે મંદીરોમાં પણ ધરવામાં આવે છે.મંદીરમાં તો આ ખીર તાંબાના મોટા તપેલામાં બનાવવામાં આવે છે જે ખીરને વધુ ઉત્કૃષ્ટ બનાવી સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે.#AM2 Nidhi Sanghvi -
કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)
આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
-
કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
#GA4#Week8#milkફિરની એટલે ચોખાને પલાળી , પીસી ઝીણી પેસ્ટ બનાવી પછી તેને દૂધમાં ઉકાળી બનાવેલું ડેઝર્ટ.જ્યારે ખીરમાં આખા ચોખાને દૂધમાં ચઢવી ડેઝર્ટ બનાવવામાં આવે છે.મારા ફેમિલી માં બધાને ખીર ખૂબ પસંદ છે તો રેગ્યુલર ખીરની રીતમાં ચોખાને પલાળ્યા વગર જ પીસી લઇ ફિરની ની રીત ઉમેરી મેં નવા પ્રકારની ખીર ટ્રાય કરી છે. અને આ રીતે બનાવેલી ખીર સાદી ખીર કે ફિરનીથી પણ વધારે મસ્ત બની છે. બધાને બહુ જ ભાવી. Palak Sheth -
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
#RC2#Whiterecipe#week2 બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બીજી ખીર કરતા અલગ પડે છે. તમાલપત્ર અને તજ ની એક સરસ ફ્લેવર આપે છે અને ખીર નો સ્વાદ ખૂબ જ યમ્મી બની જાય છે. Parul Patel -
રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)
ખીરનું નામ સાંભળતા જ લોકોના મોઢામા પાણી આવી જાય છે. ખીર આપણા દેશમાં મોટાભાગે તહેવારો અને પૂજા-પ્રસંગો પર ખીર બનાવવામાં આવે છે. આ ખીર લોકોની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે અને તેને ઠંડુ કરીને ખાવાનો સ્વાદ જ અલગ છે. Disha Prashant Chavda -
-
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાકએ દૂધ માં થી બનતી મીઠી વાનગી છે જેને તહેવાર માં બધા ની ઘેર બનાવતા હોય છે પણ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે મન થાય એટલે બની જાય એટલે આજે એની રેસિપી શેર કરું છું Jinkal Sinha -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
-
ખીર (Kheer Recipe In Gujarati)
#HR હોલી નો તહેવાર આખા ભારત દેશ માં ધામધૂમથી ઉજવવામાં આવે છે, ધૂળેટી ના દિવસે બધા લોકો કંઈક સ્વીટ વાનગી બનાવતા હોય છે. મેં ચોખા ની ખીર બનાવી, અમારે ઉનાળા દરમ્યાન વારંવાર ખીર બનતી હોય છે. 😋 Bhavnaben Adhiya -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
કડાના ચોખાની ખીર (Brown Rice Kheer Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ એક વિસરાતી પારંપરિક વાનગી છે એ હું મારી માતાને અર્પણ કરું છું..🙏...જે ડાયેટરી ફાઇબર્સ અને કેલ્શિયમ થી ભરપૂર છે તેમાં મેગ્નેશિયમ,વિટામિન્સ તેમજ રોગપ્રતિકારક શક્તિ રહેલા છે જે હાર્ટ ફ્રેન્ડલી છે તેમજ વેઈટલોસ માટે તેમજ ડાયાબિટીક માટે ઔષધિ રૂપે ઉપયોગી છે. Sudha Banjara Vasani -
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
દૂધપાક ગુજરાત રાજ્યની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બંને દૂધ અને ચોખા માંથી બનાવામાં આવતી મીઠાઈ છે પરંતુ દૂધપાકમાં ચોખા ઓછા ઉમેરવામાં આવે છે અને દૂધને વધારે બાળવામાં આવે છે જેથી કરીને એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. દૂધપાકમાં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ દૂધપાકમાં ઉમેરવામાં આવતી ચારોળીના લીધે દૂધપાક ખાવાની મજા વધી જાય છે. દૂધપાક વાર-તહેવારે, સારા પ્રસંગોએ કે પૂજા વગેરે માં બનાવામાં આવતી મીઠાઈ છે જે સામાન્ય રીતે પૂરી ની સાથે પીરસવામાં આવે છે, પરંતુ દૂધપાક ને ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
કોકોનેટ ડ્રાય ફ્રૂટ ખીર
#CRઆ ખીર ખુબ જ હેલ્થી છે કેમ કે તેમાં પોટેશિયમ, ફાઇબર, કેલ્સયમ, વિટામિન ભરપૂર પ્રમાણ માં છે. કોપરું ખાવા થી બાળકો ની હાઈટ પણ વધે છે. આ ખીર ઠંડી કરી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે..તમે લીલા નાળિયેર નો પણ ઉપયોગ કરી શકો છો. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ