કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati)

આ એવો સંભારો છે જે તમે તાજો ખાવો હોઈ તો પણ ખૂબ સરસ લાગે અને. કેરીના અથાણાં ની જેમ આખું વરસ પણ ખાઈ શકાય. તાજો ખાવો હોયતો બરણી માં ભરી તેલ માં ડૂબતો કરવાની જરૂર નથી.
કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati)
આ એવો સંભારો છે જે તમે તાજો ખાવો હોઈ તો પણ ખૂબ સરસ લાગે અને. કેરીના અથાણાં ની જેમ આખું વરસ પણ ખાઈ શકાય. તાજો ખાવો હોયતો બરણી માં ભરી તેલ માં ડૂબતો કરવાની જરૂર નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને છાલ ઉતારી લો. હવે એને છીણી લો, પછી એમાં એક ચમચી મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી ૨૦ મિનિટ રહેવા દો.
- 2
હવે એ છીણ ને હાથમાં લય બન્ને હાથ થી દબાવીને બધું પાણી નીચોવી દો. પછી એમાં અથાણાં નો સંભાર ઉમેરો બરાબર મિક્સ કરો. તરત ખાય જવાના હોય તો એમાં ૩ ચમચી તેલ નાખી કાચ ના બાઉલ માં ભરી વાપરી શકાય. અને લાંબા સમય સુધી રાખવા ના હોય તો બરણી માં ભરી સંભારો ડૂબે એમ તેલ રેડી દો. તો તૈયાર છે કાચી કેરીનો આચરી સંભારો. આ સંભારો ચિચડી કે ભાત કે ખાખરા, ભાખરી કઈ પણ સાથે ખૂબ સરસ લાગે છે. તો ટ્રાય કરજો.
- 3
Similar Recipes
-
કટકીકેરી તડકા છાયા ની (Katkeri)
કેરી ની શિજન માં ખુબજ સરસ અલગ અલગ જાત ના અથાણાં બનતા હોય છે જે આપડે આખું વર્ષ સાચવીએ છીએ અને ખાવા પણ ખુબજ સરસ લાગે છે Hina Naimish Parmar -
ચણા મેથી નું ખાટું અથાણું(chana methi nu khatu athanu recipe in gujrati)
#કૈરી. આ અથાણું મેં તાજું 1 મહિના માં ખાઈ શકાય એટલું જ બનાવ્યું છે. મારા ઘર માં અથાણાં ખવાતા નથી. પણ મને અથાણાં નો ખુબ જ શોખ હોવાથી હું મારા માટે થોડું તાજું ખાઈ શકાય એટલું બનાવું છુ. લસણ નું અથાણું પણ બનાવ્યું છે. Krishna Kholiya -
લસણ આદુ અને કાચી કેરીનો ખાટું અથાણું (Lasan Aadu Kachi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1#Tips. અથાણું બનાવો તે વખતે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે .જેમકે અથાણું બનાવતી વખતે આપણા હાથ પાણીથી ધોયા હોય ,લૂછ્યા હોય તોપણ ભેજવાળા રહે છે ,અને બરણી માં અથાણું ભરો તો બરણી પણ ભેજવાળું હોવી ન જોઈએ ,અથાણું કાઢો ત્યારે પણ જે ચમચાથી અથાણું કાઢો છો તેમાં ભેજ હોવો ન જોઇએ. આટલી વાતોનું ધ્યાન રાખશો તો તમારું અથાણું બારેમાસ સરસ રહે છે.આ આથાણુ ખાવાની ખૂબ મજા આવે છે. Jayshree Doshi -
કાચી કેરીનો સંભારો
ઉનાળો આવે અને કાચી કેરી મળવાનું શરૂ થઈ જાય એટલે કાચી કેરી નું આ સંભારો બનવાનું શરૂ થઈ જાય. દાળભાત , પરાઠા ભાખરી, રોટલી સાથે આ ખુબજ સરસ લાગે છે. તો ચાલો આપણે આજે બનાવીએ કાચી કેરીનો સંભારો. Bhavana Ramparia -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#APR અથાણાં & આઇસક્રીમ રેસીપી તડકા છાયા નો છુંદો. ગુજરાત માં બનતુ એક પ્રકાર નું અથાણું. આખું વરસ રંગ અને સ્વાદ એવોજ રહે છે. Dipika Bhalla -
કાચી કેરી અને લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
કાચી કેરી અને લસણની ચટણી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. ગામડામાં ચોમાસામાં બહું શાકભાજી ન મળે તો અથાણાં અને આ ચટણી નો જમવાના માં ઉપયોગ કરે. થેપલા પરોઠા પૂરી ભાખરી ભજીયા બધા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
ટીંડોરા ભીંડા અને કાચી કેરીનું અથાણું (Tindora Bhinda Kachi Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું ઉનાળામાં કેરી મળતી હોય ત્યારે ઇન્સ્તંત બનાવી શકાય છે અને શાક ભાવતાં નથી હોતા ત્યારે કેરીના રસ સાથે આવું અથાણું બનાવ્યું હોય તો મજા આવે છે Kalpana Mavani -
કાચી કેરી નું મેથિયા અથાણું (Kachi Keri Methiya Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati.માર્ચ મહિનાની શરૂઆત થાય, અને કેરી પણ આવવાની થી શરૂ થઈ જાય છે. અને એટલે બધાઅથાણાં બનાવવાનું શરૂ કરી દે છે.મે આજે કાચી કેરીનું મેથિયા અથાણું બનાવે છે Jyoti Shah -
ચણા મેથી લસણ નું અથાણું (Chana methi lasan athanu recp Gujarati)
ચણા, મેથી અને લસણ નું અથાણું એ ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું છે જે બનાવવામાં પણ આસાન છે. છીણેલી કેરીનો ઉપયોગ કરવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણાં ને આખું વર્ષ બહાર રાખવા માટે બરણીમાં અથાણાં ની ઉપર તેલ રહે એ રીતે રાખવું, ફ્રિજ માં રાખવું હોય તો વધારે તેલ ઉમેરવાની જરૂર નથી. આ આથાણું પૂરી, પરાઠા, થેપલાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#KR#RB6#cookpadindia#cookpad_gu spicequeen -
કાચી કેરીનો છુંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KR@cook_20544089 inspired me for this Dr. Pushpa Dixit -
અથાણું(athanu Recipe in Gujarati)
આખા વરસ નું મૈં ખાતું મીઠું અથાણું બનાવ્યું છે. શાક ની હોઈ તો પણ આ અથાણાં સાથે ગરમ ગરમ ભાખરી ખવાઈ જાય. Nilam patel -
-
-
કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું
#KSJ1#Week3#RB7#APR#KRજ્યારે અથાણા ની વાત આવે ત્યારે જૂનુ અથાણું પતી ગયા પછી તેમાં થોડો ઘણો સંભાર હંમેશા બચી જતો હોય છે જે કાઢી નાખવામાં આવતો હોય છે પણ એ જ સંભારથી નવું સ્વાદિષ્ટ અથાણું બની શકે છે અને એ અથાણાના સંભાર માંકેરીની ખટાશ એટલી સરસ ચડી ગઈહોય છે કે તાજું અથાણું ખાવાની પણ ખૂબ મજા આવે છે તો આજે એવી ઇન્સ્ટન્ટ અથાણાની રેસિપી શેર કરી રહી છું Dips -
કાચી કેરી ફ્રેશ આચાર (Kachi Keri Fresh Aachar Recipe In Gujarati)
#KR#APR#Aacharકાચી કેરી નું અથાણું ભાગ્યેજ કોઈ ને નહિ ભાવતું હોય એવું બને. અને આ સીઝન માં કાચી કેરી તો ભરપૂર પ્રમાણ માં મળતી હોય છે જેના અપડે ગુજરાતીઓ કેટલાય જાત ના અથાણાં બનાવતા હોયે છીએ જે આખું વર્ષ ચાલે છે. કેરી નું તીખું, ગળ્યું, મુરબ્બો, છૂંદો, મુથંબો વગેરે કેટ કેટલી રીતે. આ અથાણાં સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરતા હોયે છીએ. મેં કાચી કેરી નું લસણ વાળું અથાણું બનાવ્યું છે. Bansi Thaker -
ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
મેથી મસાલા કાચી કેરી અથાણું (ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું) Shilpa Kikani 1 -
મેથીદાણા અને કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
આખી મેથી અને કેરી નું અથાણું મારું પ્રિય અથાણું છે. રેગ્યુલર ખાટી કેરી ના અથાણાં થી અલગ પડતું આ અથાણું ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણું મેથી પલાળી, સુકવી, બધા મસાલા અને કેરી ભેગા કરી બનાવવા માં આવે છે. આ અથાણું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.હું આ અથાણું આખા વર્ષ માટે ફ્રીઝર માં અને ફ્રિજ માં સ્ટોર કરું છું જેના લીધે એમાં કેરીને સુકવવાની જરૂર પડતી નથી. સીધી કાચી કેરીના ટુકડા જ મસાલામાં મેળવીને આ અથાણું તૈયાર થઈ શકે છે. ફ્રીઝરમાં અથાણા નો રંગ અને સ્વાદ બિલકુલ બદલાતો નથી અને કેરીના ટુકડા પણ એવા જ કડક રહે છે. મેં અહીંયા અથાણું સ્ટોર કરવાની બંને રીત બતાવી છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો
#સમરહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનો છૂંદો જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તેને તડકા છાયા માં રાખવાની કોઈ ઝંઝટ નથી અને કાચી કેરીને ખૂબ જ ફાયદા છે ઉનાળામાં ખાસ કાચી કેરી ખાવી જોઇએ. આ છુંદો એક શાકની ગરજ સારે છે જ્યારે ઘરમાં કોઈ શાક ભાવતું ન હોય તો આ છૂંદા સાથે રોટલી ખાઇને પેટ ભરી શકાય છે તો ચાલો આજે ટ્રાય કરીએ છુંદો બનાવવાની રીત. Mayuri Unadkat -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#Week 2ગોળ ચાસણી ખુબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ યમી મુરબો તમે પણ ટ્રાય કરજો આ એક વરસ સુધી સારો રહે છે Prafulla Ramoliya -
તડકા,છાયા નો (ટ્રેડિશનલ) છુંદો
ઉનાળા ની સીઝન એટલે અથાણાં ની સીઝન.તડકા નો ભરપુર ઉપિયિગ કરી ને બનાવેલા અથાણાં આખું વર્ષ સારા રહે છે.અહીંયા મે એવી જ રીતે કેરી નો છુંદો બનાવ્યો છે. Varsha Dave -
-
તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જPost 3 ઉનાળા ની સીઝન માં જાત જાત ના કાચી કેરી નાં અથાણાં બનાવવા માં આવે છે.ઉનાળા નાં તડકા માં બનાવેલો કુદરતી છૂંદો જો અહી આપેલ પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો આખું વર્ષ સારો રહે છે.અને સ્વાદ માં મસ્ત બને છે. Varsha Dave -
-
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો સંભારો (Instant Kachi Keri Sambhara Reicpe In Gujarati)
#KRદરરોજ તાજુ બનવો અને તાજુ ખાવ.કાચી કેરી નો સંભારો ગુજરાતીઓ નું ફેવરેટ અથાણું છે.આ અથાણું માત્ર બે મીનીટ માં જ બની જાય છે.તો જોવૉ ઇન્સ્ટન્ટ બનતો તીખો તમતમતો અને ચટપટો ઇન્સ્ટન્ટ કાચી કેરી નો સંભારો. Bina Samir Telivala -
કેરી ના અથાણાં નો મસાલો (Athana no masalo recipe in Gujarati)
કોઈપણ જાતના કેરીના અથાણાં બનાવવા માટે આપણને અથાણાં ના મસાલા ની જરૂર પડે છે જે હવે માર્કેટમાં પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે. અમુક વસ્તુઓ ને ધ્યાન માં રાખવામાં આવે તો ઘરે પણ બજાર માં મળે એવો જ સરસ મસાલો બનાવી શકાય, જે કિંમત માં પણ સસ્તો પડે છે. આ મસાલા નો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના અથાણાં બનાવી શકાય છે. આ મસાલો આખું વર્ષ સાચવી શકાય છે.#KR#cookpadindia#cookpad_gu spicequeen -
દેશી પાકી કેરી ના ગોટલા નું શાક (Desi Paki Keri Gotla Shak Recipe In Gujarati)
#AM3મિત્રો આ દેશી પાકી કેરીના ગોટલા નુ શાક કેટલા એ નામ સાંભળ્યું નહીં હોય પરંતુ આ શાક ખાટું મીઠું ને તીખુ લાગે છે એટલે આપણું મોઢું પણ સરસ થઈ જાય છે અને દરેક કેરીની વાટ જોતા હોય છે કે ક્યારે બજારમાં ક્યારે આવે અને અમે બનાવીએ તો આ એક અલગજ શાક મે બનાવ્યું છે તો બધાને આ શાક ગમશે Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ (4)