ઘઉં ચોખાની ચકરી(wheat Rice chakri recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. તળવા માટે તેલ
  2. 2 કટોરીઘઉંનો લોટ
  3. 1 કટોરીચોખાનો લોટ
  4. 2 ચમચીલાલમરચું પાવડર
  5. 2 ચમચીશેકેલા જીરા પાવડર
  6. 2 ચમચીશેકેલા તલ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીઅજમો (ઓપશનલ)
  9. ચપટીહિંગ
  10. 3 ચમચીદૂધની મલાઈ
  11. 2 ચમચીદહીં
  12. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો પની ઉકળે એટલે ઘઉંના લોટ ને એક કોટન ના કપડામાં હળવા હાથે પોટલી માફક બાંધો ચારણી ઉપર પોટલી મૂકી ઢાંકીને 15 મિનિટ વરાળે બાફી લો.... બફાઈ જાય એટલે ઠરવા મુકો....

  2. 2

    ઠરે એટલે લોટ હાથે થી છુટ્ટો કરો....એમ ચોખાનો લોટ ઉમેરો....અને મસાલા કરો.....હવે દહીં અને મલાઈનું મોં નાખી દો....

  3. 3

    ત્યાર બાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈ.. કઠણ લોટ બાંધો.....લોટના મોટા લુવા કરી સેવ ના સંચા માં ચકરીની જાળી લગાવી સંચામાં તેલ લગાડીને લુવો મૂકી એક થાળીમાં ચકરી પાડો...એક બાજુ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો....

  4. 4

    હવે ગરમ તેલમાં ચકરી તળી લો તળતી વખતે ગેસ ધીમો રાખવો અને બધી ચકરી ગુલાબી તળી લો.....

  5. 5

    તો મિત્રો તૈયાર છે આપણી #ચોખાના લોટ સાથે બનાવેલી ઘઉં -ચોખા ની ચકરી....હવા ચુસ્ત ડબ્બામાં ઘણો સમય તાજી અને ક્રિસ્પી રહે છે...

  6. 6

    મિત્રો સર્વ કરવા તૈયાર છે આપણી પારંપરિક વાનગી ઘઉં- #ચોખાની સ્વાદિષ્ટ ચકરી...ચાલો સર્વ કરીયે....👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes