કાચી કૈરી નો મુરબો(kachi keri no murbo recipe in Gujarat)

Kajal A. Panchmatiya
Kajal A. Panchmatiya @cook_23026108
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ચાર લોકો માટે
  1. અઢીસો ગ્રામ કાચી કેરી
  2. 400 ગ્રામખાંડ
  3. 1 ચમચીહળદર
  4. 2 ચમચીમીઠું
  5. ૬-૭ નંગકેસરના તાતણા
  6. 2 ગ્લાસપાણી કેરી બાફવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કેરી ને પાણીથી ધોઈ લો ત્યારબાદ તેની છાલ કાઢી નાખો તેના એકસરખા ટૂકડા કરી લો

  2. 2

    હવે તેમાં હળદર અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો ત્યારબાદ તેને કલાક એક ઢાંકીને રાખી દો

  3. 3

    હવે એક તપેલીમાં ગરમ પાણી મુકો પાણી ઉકળે એટલે તેમાં કેરીના કટકા ઉમેરી દો ત્યારબાદ તેમાં ઉભરો આવે એટલે ચારણીમાં કાઢી લો

  4. 4

    હવે એક તપેલીમાં ખાંડ નાખો પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખો અથવા ખાંડ ડૂબે તેટલું પાણી નાખો તેની એક તારની ચાસણી બનાવી લો ત્યારબાદ તેમાં બાફેલા કેરીના કટકા ઉમેરીને હલાવતા રહો જ્યારે તે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તેને હલાવો

  5. 5

    હવે તેને ઠંડું પડે એટલે કાચની બરણીમાં કાઢી લો ઉપરથી કેસરના તાંતણા નાખીને ડેકોરેશન કરો તો તૈયાર છે કેરી નો મુરબો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal A. Panchmatiya
Kajal A. Panchmatiya @cook_23026108
પર

Similar Recipes