ઇન્સ્ટન્ટ મેંદુવડા (instant menduwada recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#માઇઇબુક
#પોસ્ટ૫
#વિક્મીલ૧
પોસ્ટ:૨

શેર કરો

ઘટકો

  1. 200ગ્રામ અડદ દાળનો કરકરો લોટ
  2. 2 ટેબલસ્પૂનજીણી સમારેલી ડુંગળી
  3. 2 ટેબલસ્પૂનમોળું દહીં અથવા મલાઈ
  4. 1 ટેબલસ્પૂનલીલા મરચા બારીક સમારેલા
  5. 1 ટીસ્પૂનમીઠા લીમડાના પાન બારીક સમારેલા
  6. 1 ટેબલસ્પૂનકોથમીર જીણી સમારેલી
  7. 1 ટીસ્પૂનઆખું જીરું
  8. 1 ટીસ્પૂનઆદુની છીણ
  9. પાણી જરૂર મુજબ
  10. પિરસવામાટે
  11. 1/2 ટીસ્પૂનખાવાનો સોડા
  12. મીઠું સ્વાદમુજબ
  13. તેલ તળવા માટે
  14. સંભાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અડદનો લોટ કેવી રીતે બનાવવો તે જણાવું
    અડદની દાળને પાણી થી ધોઈ નિતારી તરતજ કોરા કાપડ પર સુકવી લો
    કાપડ નીચે છાપું રાખવું જેથી તરતજ પાણી શોષી લે
    સુકાય જાય એટલે એક મિનિટ માટે સેકી લેવી.
    એક્દુમ ઠંડી થઇ જાય પછી તેને મીક્ષીમાં કરકરી દળી લેવી
    લોટ કણીદાર રહે તેવો જ દળવો.
    આ લોટ બધામાં વાપરી શકાય છે.

  2. 2

    એક તપેલીમાં અડદનો લોટ લેવો
    તેમાં ડુંગળી,મરચા,કોથમીર,આદુ,જીરું,લીમડાના પાન ઉમેરવા
    તેમાં બે ચમચા મોળું દહીં અથવા મલાઈ ઉમેરવા
    સ્વાદમુજબ મીઠું ઉમેરવું.જરુરમુજબ પાણી નાખી ખીરું તૈય્યાર કરવું
    લચકા પડતું ખીરું બનાવવાનું છે,ઢીલું નહીં કરી નાખવાનું.
    ૩૦ મિનિટ માટે ઢાંકીને રાખી દેવું.

  3. 3

    જયારે વડા બનાવવા હોય ત્યારે જ ખાવાના સોડા ઉમેરવા
    સોડા નાખી એક્દુમ ફીની લેવું
    ખીરું હળવું થઇ જાય ત્યાં સુધી ફીણવું.

  4. 4

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકવું
    તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી લેવો
    પાણીવાળી હથેળી કરી તેમાં ખીરામાંથી એક ચમચો ખીરું લેવું
    બીજો હાથ પણ ભીનો જ રાખવો
    હથેળીમાં થેપી વડાનો આકાર આપવો
    ભીની આંગળી વડે વચ્ચે કાણું પાડવુ
    ધીમેથી તેલમાં તળવા માટે મૂકવું.

  5. 5

    આ રીતે બધાજ વડા તૈય્યાર કરી લેવા
    અને ધીમા મધ્યમ તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી તળવા
    તો તૈય્યાર છે ઇન્સ્ટન્ટ મેંદુવડા
    ગરમાગરમ સંભાર,ચટણી,મરચા અને ચા સાથે પીરસો
    મેં માત્ર સંભાર સાથે પીરસ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes