નાયલોન ખમણ ઢોકળા

Semi Changani
Semi Changani @cook_24561796

આ નાયલોન ખમણ ઢોકળા તમે સવારે નાસ્તા માટે તેમજ સાંજે ચા નાસ્તા માટે ખાય શકો છો. મારા ફેવરિટ 😋😋😋😋

નાયલોન ખમણ ઢોકળા

આ નાયલોન ખમણ ઢોકળા તમે સવારે નાસ્તા માટે તેમજ સાંજે ચા નાસ્તા માટે ખાય શકો છો. મારા ફેવરિટ 😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
  1. ૧ (૧/૨ કપ)ચણાનો લોટ
  2. ૧ (૧/૨ ટેબલસ્પૂન)રવો
  3. ૪ ટીસ્પૂનસાકર
  4. ૧ ટીસ્પૂનઆદૂ-લીલા મરચાંની પેસ્ટ
  5. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  6. મીઠું, સ્વાદાનુસાર
  7. ૧ ટીસ્પૂનખાવાની સોડા
  8. ૩ ટીસ્પૂનતેલ
  9. ૧ ટીસ્પૂનરાઇ
  10. ૧ ટીસ્પૂનતલ
  11. 1ચપટીભર હીંગ
  12. to ૩ કડીપત્તા
  13. ૧ ટીસ્પૂનસમારેલા લીલા મરચાં
  14. ૨ ટેબલસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  15. પીરસવા માટે
  16. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં લગભગ ૩/૪ કપ પાણી લઇ તેમાં ચણાનો લોટ, રવો, સાકર, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ અને મીઠું મેળવી રવઇ વડે ખીરૂં સુંવાળું બને તે રીતે મિક્સ કરી લો.

  2. 2

    હવે જ્યારે ખીરાને બાફવા માટે મૂકવા માંડો, ત્યારે તેમાં ખાવાની સોડા ઉમેરીને હલ્કે હાથે મિક્સ કરી લો.

  3. 3

    આ ખીરાને તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર થાળીમાં રેડી સરખા પ્રમાણમાં પાથરવા થાળીને હળવેથી ફેરવી લો.
    તે પછી થાળીને બાફવાના વાસણમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લીધા પછી તેને બાજુ પર રાખો.

  4. 4

    હવે એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
    જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તલ, હીંગ, કડીપત્તા અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.

  5. 5

    પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

  6. 6

    આ તૈયાર થયેલા વઘારને ઢોકળા પર સરખી રીતે પથરાઇ જાય તેમ રેડી લો.

  7. 7

    ઢોકળાના ટુકડા પાડી કોથમીર વડે સજાવીને લીલી ચટણી સાથે તરત જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Semi Changani
Semi Changani @cook_24561796
પર

ટિપ્પણીઓ

Similar Recipes