ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

#weekmeal3#માઇઇબુક
#વીકમિલ3#માયઈબૂક
#weekmeal3post1#myebookpost6
#વીકમિલ3પોસ્ટ1#માયઈબૂકપોસ્ટ6
ચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે.

ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball)

#weekmeal3#માઇઇબુક
#વીકમિલ3#માયઈબૂક
#weekmeal3post1#myebookpost6
#વીકમિલ3પોસ્ટ1#માયઈબૂકપોસ્ટ6
ચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપચીઝ
  2. 1/2 કપબાફેલા કોર્ન ના દાણા
  3. 3 ચમચીગ્રીન કેપ્સિકમ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ચપટીમરી પાઉડર
  6. 1/8 ટી સ્પૂનલસણ પેસ્ટ
  7. 1 ટી સ્પૂનચિલી ફ્લેકશ
  8. 1 ટી સ્પૂનઓરેગાનો
  9. 1 ચમચીકોર્ન ફલોર
  10. 1બાફેલું બટાકું
  11. 1/4 કપમોઝરેલા ચીઝ
  12. 1 ચમચીમેંદો
  13. 1 ચમચીકોર્નફ્લોર
  14. ચપટીમીઠું
  15. પાણી જરૂર મુજબ
  16. 1 કપબ્રેડ crumbs
  17. 1/2 ટી સ્પૂનચિલી ફ્લેકશ
  18. 1/2 ટી સ્પૂનઓરેગાનો
  19. તળવા માટે તેલ
  20. ડીપ માટે
  21. 3 ટેબલ સ્પૂનકેચઅપ
  22. 3 ટેબલ સ્પૂનમાયોનીઝ

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 બટાકા ને બાફી લો. ઠંડુ થાય એટલે તેમાં ચીઝ, મીઠું, મરી પાઉડર, કોર્ન ફ્લોર, કોર્ન, કેપ્સિકમ, લસણ ની પેસ્ટ, ઓરેગાનો અને ચિલી ફ્લેકશ મિક્સ કરી લો. હવે તેને 10 ભાગ માં વહેંચી લો.

  2. 2

    હવે 1 ભાગ લઈ તેને થેપી વચ્ચે મોઝરેલા ચીઝ મૂકી બોલ વાળી લો. આવી રીતે બધા તૈયાર કરી લો. અને 20 થી 30 મિનિટ ફ્રીજ માં સેટ થવા મૂકી દો.

  3. 3

    હવે 1 વાટકા માં મેંદો અને કોર્ન ફ્લોર લઈ જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. ખીરું પાતળું રાખવાનું જેથી બ્રેડ crumbs આસાની થી ચોંટી જાય. બ્રેડ crumbs માં ઓરેગાનો અને ચિલી ફ્લેકશ નાખી ને મિક્સ કરી લો. તેલ ગરમ કરવા મૂકી દો. હવે 1 ચીઝ બોલ લઈ તેને ખીરા માં બોળી બ્રેડ crumbs માં રગદોળી તૈયાર કરી લો. બધા થઈ જાય એટલે ગરમ તેલ માં તળવા મૂકો. 1 સાથે 3 થી 4 મૂકી શકાય વાસણ ના કદ પ્રમાણે. ગોલ્ડન બ્રાઉન અને ઉપર નું પડ ક્રિસ્પી થાય એટલે કાઢી લેવા. આ બોલ તળવામાં વાર નથી લાગતી.

  4. 4

    તમે અંદર મોઝરેલા ચીઝ નું stuffing ફ્રીજ માંથી કાઢ્યા પછી પણ મૂકી શકો છો. મેં અહીં છીણેલું મોઝરેલા ચીઝ લીધું છે, તમે મોઝરેલા ચીઝ ની ક્યૂબ કે પ્રોસેસ ચીઝ ની ક્યૂબ પણ મૂકી શકો છો. જો સમય ના હોય તો ફ્રીજ માં મૂક્યા વગર તમે સીધા તેલ માં તલી શકો છો. હવે 1 વાટકી માં કેચઅપ અને માયોનિઝ લઈને મિક્સ કરીને ડીપ બનાવી લો અને ટૂથપિક લગાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર

Similar Recipes