સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#માઇઇબુક
#વિકમીલ૩
#સ્ટિમ
સુરતી લોચો નામ પડે એટલે દરેક ના મોઢા માં પાણી આવી જાય છે. એવું કહેવાય છે કે સુરત ના એક શોપ વાલા ના ખમણ ના બનતા એનું ટેક્સચર સોફ્ટ લોચા જેવું થઈ ગયું..તો એમને એને કંઇક અલગ રીતે મસાલા ને સેવ કાંદા ને ચટણી સાથે present કર્યો. ત્યાર થી એનું નામ લોચો પડી ગયું. એમાંથી એક નવી ડિશ ઇનોવેટ થઈ. આજે એમાં ઘણું વારિયેશન આવી ગયું છે. બટર લોચો, ચીઝ બટર લોચો, ગર્લિક બટર લોચો, વ્હાઈટ લોચો, ચોકલેટ લોચો, મેક્સિકન લોચો, સેઝવાન લોચો, ઇટાલિયન લોચો etc.. ઘણું ફયુઝન કોમ્બિનેશન મળે છે. આજે દક્ષિણ ગુજરાત માં તો ખૂબ ફેમસ થઈ ગયો છે.એમાં સુરત માં તો તમને ગલી ગલી માં સ્વાદિષ્ટ ફયુઝન કોમ્બિનેશન વાલા લોચા ની ડિશ મળી રહે છે. આજે હું બેઝિક ઓથેન્તિક લોચા ની રેસિપી લાવી છું. પછી એમાં તમે તમારું ગમતું કોમ્બિનેશન કરી ને present કરી શકો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિની
  1. વાટકો ૫-૭ કલાક પલાળેલી ચણા ની દાળ
  2. ટે. બેસન
  3. ૨-૩ આખા લીલાં મરચાં
  4. ટે. દહીં
  5. ૧/૪ કપતેલ
  6. ટી. સોડા બાય કાર્બ
  7. ચપટીહિંગ
  8. ટી. હળદર
  9. ટી. આદું ની પેસ્ટ
  10. મરચું ની પેસ્ટ જરૂર લાગે તો
  11. લોચા નો મસાલો
  12. ટે.લાલ મરચું પાઉડર
  13. /૪ ટી..સંચળ પાઉડર
  14. ૧/૪ટી. મરી પાઉડર
  15. ટી. શેકેલું જીરું પાઉડર
  16. ૧/૪ટી. ચાટ મસાલો
  17. ઉપર થી નાખવા કાચું શીંગ તેલ
  18. સેવ, કાંદો
  19. ચટણી માટે
  20. લોચા નો એક ટુકડો ઠંડો કરેલ
  21. ૧ કપલીલાં ધાણા
  22. ૩-૪ લીલાં મરચાં
  23. ટુકડોઆદું નો
  24. મીઠું સ્વાદાનુસાર
  25. 1/2 લીંબુ
  26. ટે. ખાંડ
  27. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિની
  1. 1

    લોચા ના મસાલા ની ઉપર જણાવેલ બધી સામગ્રી મિક્સ કરી લેવું.

  2. 2

    પલાળેલી દાળ ને પાણી થી બરાબર ધોઈ ને નીગા રી ને મિક્સર માં લેવી.એમાં ૨-૩ લીલાં મરચાં, બેસન અને દહીં નાંખી ક્રશ કરી લેવું. જરૂર મુજબ પાણી નાખવું.પણ વધારે નાખવાનું નથી. એક bowl માં કાઢી લેવું. હાથે થી બરાબર ૫-૭ મિની સુધી ફિણવી લેવું. પાણી એક્સ્ટ્રા નથી નાખવાનું. ૫-૭ કલાક આથો લાવવા મુકવું.

  3. 3

    આથો લાવેલ ખીરા માં આદું મીઠું હિંગ હળદળ, મરચાં ની પેસ્ટ, અને લગભગ ૨-૩ કપ પાણી નાખી બરાબર હલાવવું. બધું મિકસ થાય પછી ૧/૪ ટી. સોડા બાય કાર્બ નાખવો એની પર ૧ ટે. તેલ અને ૨-૩ ચમચી પાણી નાખી એકદમ ધીરે ધીરે હલાવવું.આ એકદમ important સ્ટેપ છે.આ પ્રમાણે જ કરસો તો result સરસ મળશે.

  4. 4

    આગળ થી ગરમ કરવા મુકેલ સ્ટીમર માં થાળી માં તેલ લગાવી ખીરું રેડવું.ખમણ કરતા વધારે રેડવું.ને ખમણ કરતા ઓછા સમય માં રેડી થઈ જશે. ૫-૭ મિની માં થઇ જશે. ડિશ માં કાઢી ઉપર કાચું સીંગતેલ નાખી બનાવેલ લોચા નો મસાલો છાંટવો.સેવ નાખી ચટણી સાથે સર્વ કરવું.

  5. 5

    ચટણી માટે:- મિક્સર જારમાં એક નાનો ટુકડો ઠંડો પડેલ લોચા નો ટુકડો, લીલાં ધાણા, મરચાં આદું, ખાંડ,લીંબુ અને મીઠું તેમજ જરૂર મુજબ ઠંડુ પાણી નાખી બરાબર ગ્રાઇન્ડ કરી લેવી. * લોચા માં સોડા બાય કાર્બ નાખવા વાલા સ્ટેપ પેલા એમાં થી થોડું નાની ડિશ માં ચટણી માટે બાફી લેવું પહેલા.*

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes