સુરતી લોચો (Surti Locho Recipe in Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

સુરતી લોચો (Surti Locho Recipe in Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ લોકો માટે
  1. ૧ કપચણા ની દાળ
  2. ૧/૪ કપઅડદ ની દાળ
  3. ૧/૪ કપપૌંઆ
  4. ૨ ચમચીદહીં
  5. મીઠું સ્વાદાનુસાર
  6. લીલા મરચાં
  7. ૧ ચમચીઆદુ ક્રશ કરેલું
  8. ૧/૪ ટી સ્પૂનહળદર
  9. પેકેટ ઈનો (રેગ્યુલર)
  10. ૧/૨ કપપાણી
  11. લોચા મસાલો બનાવવા માટે
  12. ૨ ચમચીલાલ મરચું
  13. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  14. ૩/૪ ટી સ્પૂન સંચળ પાઉડર
  15. ૧ ટી સ્પૂનજીરું પાઉડર
  16. ૧ ટી સ્પૂનચાટ મસાલો
  17. સર્વ કરવા માટે
  18. ઝીણી સમારેલી ડુંગળી
  19. બારીક સેવ
  20. કોથમીર
  21. લોચા મસાલો
  22. શીંગ તેલ અથવા બટર
  23. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ ચણાની દાળ અને અડદ ની દાળ ને ૨ થી ૩ કલાક માટે પલાળી દો.જ્યારે દાળ પલળી જાય એટલે તેને એક મિક્ષર જાર મા બંને દાળ લઇ લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં પૌંઆ ને ધોઈ ને નાખો.પછી તેમાં દહીં ઉમેરો.ત્યાર બાદ તેમાં લીલા મરચાં અને આદુ નાખી ને તેને ક્રશ કરી લો.

  3. 3

    ત્યાર બાદ તેમાં પાણી ઉમેરી ને ફરીથી બારીક ક્રશ કરી ને એક બાઉલ મા કાઢી લો.હવે તેને ૪ થી ૫ કલાક માટે આથો લાવવા માટે ઢાંકી ને એક બાજુ મૂકી દો.

  4. 4

    હવે તમે જોઈ શકશો કે બેટર મા કેવો સરસ આથો આવ્યો છે.ત્યાર બાદ તેમાં ઈનો અને પાણી ઉમેરી ને ઢોસા જેવું ખીરું તૈયાર કરી લો.તેને એક જ બાજુ હલાવવું.હવે એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો.તેની ઉપર એક થાળી ને થોડું તેલ થી ગ્રીસ કરી ને ગરમ કરવા મૂકો.

  5. 5

    હવે તેમાં બનાવેલું મિશ્રણ રેડો.તેના ઉપર લોચા મસાલો છાંટો અને ઢાંકી ને ૧૨ થી ૧૫ મિનિટ ચડવા દો.ગેસ ની ફલેમ મિડીયમ રાખવી.

  6. 6

    ૧૫ મિનિટ પછી તેને બાર કાઢી ને એક પ્લેટ મા ગરમ ગરમ જ લઈ લો હવે તેના ઉપર તેલ,લોચા મસાલો,કોથમીર,ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણી સેવ નાખવા.લસણ ની ચટણી નાખવી હોય તો જ નાખવી.

  7. 7

    તો તૈયાર છે સુરતી લોચો.તેને ગરમ ગરમ જ સર્વ કરાઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes