દુધીનો મલાઈહલવો(dudhi no malai halvo recipe in Gujarati)

ઈલાબેન
ઈલાબેન @cook_21221921

#goldenapron3#week24

શેર કરો

ઘટકો

પાંચ પ્લેટ
  1. 2મોટી દુધી
  2. 1 મોટો વાટકોમલાઈ
  3. અડધો કપ ખાંડ
  4. 10બદામ
  5. 20નંગકિસમિસ
  6. 4ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બે મોટી દૂધ લો, તેને છાલ ઉતારી ને ધોઈ નાખો. દૂધીને એક મોટી હલવાઈ માં ખમણીનાખો.

  2. 2

    આ ખમણ માં એક મોટો વાટકો મલાઈ નાખો. ગેસ ઓન કરો. મીડીયમ ફ્લેમ ઉપર થોડી થોડી વારે હલાવતા રહો.

  3. 3

    ધીરે-ધીરે મલાઈ ઓગળતી જશે અને દુધી નરમ થતી જશે. પાણી બળી જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. મલાઈમાં નેચરલ સ્વીટનેસ હોય છે માટે ખાંડની ખૂબ ઓછી જરૂર પડશે તમારા ઘરના સ્વાદ મુજબ મેળવી શકો.

  4. 4

    થોડી થોડી વારે હલાવતા રહો જેથી નીચે દાઝી ન જાય. તેમાં કિસમિસ અને બદામ ઉમેરો.ધીરે-ધીરે ખાંડ ઓગળી જશે અને ઘી છૂટુ પડવા લાગશે આપણે ઘી બિલકુલ નથી નાખ્યુ છતાં મલાઈ ના કારણે છુટું પડશે. હવે તેમાં એલચીનો ભૂકો ઉમેરો. ગરમાગરમ દુધીનો મલાઈ હલવોતૈયાર છે. સર્વિંગ બાઉલમાં કાઢો અને બદામ વડે ગાર્નિશ કરો.આ હલવાને ગરમા ગરમ તેમજ ફ્રીજ કૉલ્ડ બંને રીતે પીરસી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ઈલાબેન
ઈલાબેન @cook_21221921
પર

ટિપ્પણીઓ

Similar Recipes