તવા પુલાવ (tava pulav recipe in Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#માઇઇબુક
#પોસ્ટ_૧૦

તવા પુલાવની વાત કરું તો , એ એક હેલ્ધી અને જલ્દી બનતી વાનગી છે અને પાવ ભાજી સાથે તો એ પુલાવ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.... બોમ્બે માં લારી પર પાવભાજી સાથે આ જ તવા પુલાવ મળતો હોય છે... અમારા ઘરમાં તો બધાને જ બહુ જ ભાવે છે અને બધા શાકભાજી નખાય એટલે બાળકોને માટે તો બહુ જ હેલ્ધી થઈ જાય ....

તવા પુલાવ (tava pulav recipe in Gujarati)

#માઇઇબુક
#પોસ્ટ_૧૦

તવા પુલાવની વાત કરું તો , એ એક હેલ્ધી અને જલ્દી બનતી વાનગી છે અને પાવ ભાજી સાથે તો એ પુલાવ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.... બોમ્બે માં લારી પર પાવભાજી સાથે આ જ તવા પુલાવ મળતો હોય છે... અમારા ઘરમાં તો બધાને જ બહુ જ ભાવે છે અને બધા શાકભાજી નખાય એટલે બાળકોને માટે તો બહુ જ હેલ્ધી થઈ જાય ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૪ ટે સ્પૂનબટર
  2. ૧ ટે સ્પૂનતેલ
  3. ૧ ટી સ્પૂનજીરું
  4. મીડીયમ ડુંગળી સ્લાઈસ કરેલી
  5. ૧ ટે સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  6. ૫-૬ લાલ સૂકા મરચા, ૨ થી ૩ કળીલસણ અને ૧ ટી ચમચી જીરુંની પેસ્ટ
  7. ૧ કપકોબીજ સમારેલી
  8. મીડીયમ કેપ્સિકમ સ્લાઈસ કરેલું
  9. મીડીયમ ટામેટું સ્લાઈસ કરેલું
  10. ૧ કપબાફેલાં વટાણા
  11. ૨ કપચોખા
  12. લીંબુનો રસ
  13. ૧ ટે સ્પૂનપાવભાજી મસાલા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    તવા પુલાવ બનાવી રહ્યા છે તો લઈશું એક તવો. એમાં ૨ ટે ચમચી બટર અને ૧ ટે ચમચી તેલ એડ કરીશું. બટર સાથે તેલ એટલા માટે એડ કરવાનું કેમ કે બટર બળી ન જાય... હવે એ સહેજ ગરમ થાય એટલે એમાં જીરું નાખીશું. એ તતળે એટલે એમાં જશે આદુ અને લસણની પેસ્ટ. પછી તેમાં નાખીશું લાલ મરચાં લસણ અને જીરુની પેસ્ટ જે એક મહત્વનો ભાગ ભજવે છે આ પુલવમાં. એનાથી જ લાલ કલર આવશે... અને પુલાવ બહુ જ સરસ લાગશે.

  2. 2

    પછી તેમાં નાખીશું બધી જ શાકભાજી જે આપણને નાખવી હોય પણ મેં અહીંયા ડુંગળી,કોબીજ,કેપ્સિકમ, ટામેટા અને બટાકા જ લીધા છે એટલે એ બધા જ એક એક કરીને નાખીશું. અને હા વટાણા પણ કેમ કે પુલાવમાં વટાણા જ ન હોય તો એની મજા જ મરી જાય... લીલા વટાણા દેખાય એટલે ખાવાની મજા પડી જાય.. તેને ૧૦ મિનિટ કૂક થવા દો.

  3. 3

    બધું કૂક થઈ જાય એટલે તેમાં રાઈસ નાખીને બરાબર મિક્ષ કરી દો. ધ્યાન રાખવું કે રાઈસ તૂટી ન જાય એટલે હલકા હાથે હલાવવું. પછી તેમાં ૨ ટે ચમચી બટર, લીંબુ રસ, પાવભાજી મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લેવું... તૈયાર છે ચટપટો તવા પુલાવ અને એને તમે રાઈતા અને પાપડ સાથે સર્વ કરો બીજું કંઈ જ નહીં જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

Similar Recipes