તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)

Hardik Desai
Hardik Desai @cook_23913118

#GA4
#Week8
આજે મેં મુંબઈ માં રોડ સાઇડ મળતો ટેસ્ટી તવા પુલાવ બનાવ્યો છે.

તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)

#GA4
#Week8
આજે મેં મુંબઈ માં રોડ સાઇડ મળતો ટેસ્ટી તવા પુલાવ બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ લોકો
  1. રાંધેલા ભાત માટે
  2. ૨ વાટકીચોખા
  3. ૪ વાટકીપાણી
  4. ૨ ચમચીતેલ
  5. લાલ પેસ્ટ બનાવા માટે
  6. ૧૨ નંગ સૂકા કાશ્મીરી મરચાં
  7. ૧૫ કળી લસણ
  8. ૧/૨આદુ
  9. ૧/૪ કપપાણી
  10. પુલાવ બનાવા માટે
  11. ડુંગળી
  12. ટામેટા
  13. કેપ્સીકમ
  14. ૧/૨કોબીજ
  15. બાફેલા બટાકા
  16. ૧/૨ કપબાફેલા વટાણા
  17. ૧/૨ ચમચીજીરુ
  18. ૧/૪ ચમચી હીગ
  19. ૩ ચમચીતેલ
  20. ૨ ચમચીબટર
  21. ૧ ચમચીલાલ મરચું
  22. ૧/૪ ચમચીહળદર
  23. ૨ ચમચીપાવભાજી મસાલો
  24. ૩ ચમચીલાલ પેસ્ટ
  25. સ્વાદ અનુસારમીઠું
  26. ૨ ચમચીકોથમીર
  27. ૨ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાને ૨-૩ વખત ધોઈ નાખવા. એક પેન માં ચોખા, જરુરી પાણી નાખી, તેલ નાખી ભાત બનાવી લો. તેને ઠંડો થવા દો.

  2. 2

    લાલ પેસ્ટ બનાવા માટે સૂકા કાશ્મીરી મરચાં ને ગરમ પાણીમાં અડધો કલાક પલાળી રાખો. ત્યારબાદ તે ને મિકસરમાં જારમાં લસણ તથા આદુ સાથે પેસ્ટ બનાવી લો

  3. 3

    હવે પુલાવ બનાવા માટે એક પેન માં તેલ, બટર, જીરુ, હીગ ઉમેરી થાય એટલે ઊભી સમારેલી ડુંગળી ઉમેરો.

  4. 4

    ડુંગળી ચડી જાય એટલે ટામેટા ઉમેરી ચડવા દો. ત્યારબાદ તેમા લાલ પેસ્ટ ઉમેરી હલાવો. તે મા કેપ્સીકમ, કોબીજ, બટાકા ઉમેરી મિક્સ કરીને ચડવા દો.

  5. 5

    તેમા મરચું, હળદર, પાવભાજી મસાલો ઉમેરી હલાવો. ભાત તથા વટાણા, મીઠું, લીબું નો રસ ઉમેરી બરાબર મિક્ષ કરી લો. લીલાં ધાણા ઉમેરી હલાવો.

  6. 6

    તવા પુલાવ ને પાપડ, બુદી રાઇતું, સલાડ સાથે સર્વ કરો😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hardik Desai
Hardik Desai @cook_23913118
પર

ટિપ્પણીઓ

Similar Recipes