પફ પેટીસ

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot

#સુપરશેફ2
#પોસ્ટ1
#માઇઇબુક
#Post24 નાના મોટા બધા ને યમ્મી લાગે તેવા પફ પેટીસ..જરૂર બનાવજો કેમક ખુબજ ક્રિસ્પી બહાર બેકરી મા મળે તેવા જ બને છે બહાર નો ટેસ્ટ ભૂલી જશો ....

પફ પેટીસ

#સુપરશેફ2
#પોસ્ટ1
#માઇઇબુક
#Post24 નાના મોટા બધા ને યમ્મી લાગે તેવા પફ પેટીસ..જરૂર બનાવજો કેમક ખુબજ ક્રિસ્પી બહાર બેકરી મા મળે તેવા જ બને છે બહાર નો ટેસ્ટ ભૂલી જશો ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
3 વ્યકિત
  1. 250 ગ્રામમેંદો લોટ
  2. 3 ચમચીઘી મોણ માટે
  3. 2 ચમચીકોર્ન ફ્લોર
  4. 1/8 ટેબલ સ્પૂનબેકિંગ પાઉડર
  5. નમક ટેસ્ટ મુજબ
  6. 4 નંગબટેકાા
  7. 100ગ્રામ વટાણા
  8. 1 વાટકીડૂંગળી
  9. 1 નાની વાટકીકોથમીર
  10. નમક ટેસ્ટ મુજબ
  11. 1 ચમચીમરચું પાઉડર
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 2 ચમચીમેગી મસાલો
  14. 1 ચમચીઆમચૂર પાઉડર
  15. 1મરચું
  16. 1આદુ નો ટૂકડો

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    250 ગ્રામ લોટ મેંદા નો લો..તેમાં 3 ચમચી ઘી, 2 ચમચી કોર્ન ફ્લોર, નમક ટેસ્ટ મુજબ, બેકિંગ પાઉડર 1/8 ટેબલ ચમચી નાખી લોટ કડક બાંધી લો...15 મિનિટ ભીનું કપડું ઢાંકી રેડી આપો...

  2. 2

    4 નંગ બાફેલા બટેટા લો..તેને મેસ કરી લો..ડુંગળી 3 નાની લો..સમારી લો આદુ મરચા ની પેસ્ટ કરી લો..કડાઈ માં તેલ મૂકી તેલ આવે એટલે લીમડો મૂકી બટેકા નાખવા બટેકા પછી વટાણા નાખવા ડુંગળી નાખવી બધુ મિક્સ કરો. તેમાં આમચૂર પાઉડર મરચું પાઉડર ગરમ મસાલો મેગી મસાલો નમક ટેસ્ટ મુજબ નાખી બધુ મિક્સ કરો થોડી વાર ચડવા દો..ચડી જાય પછી કોથમીર નાખી મિક્સ કરી લો..

  3. 3
  4. 4

    2 ચમચી કોર્ન ફ્લોર 2 ચમચી ઘી નાખી મિક્સ કરો એક દમ ફેંટો..

  5. 5

    લોટ ને રેસ્ટ આપ્યા પછી તેના લુઆ કરો.. લુઆ કરી બધી રોટી વણી લો વણય જાય પછી બધી રોટલી ને ભીના કપડામાં ઢાંકી દો.

  6. 6

    એક પછી એક એમ બધી રોટી મા પેલા ઘી અને મેદા ની સલરી બનાવી તે લગાવી પછી ઉપર થોડો કોરો લોટ નાખવો.. આમ બધી રોટી એક ઉપર બીજી એમ રાખી દેવી બધાની ઉપર ઘી પેસ્ટ અને લોટ નાખવો.. આ પ્રોસેસ થય જાય પછી રોટલી ને પાતળી વણી લેવી જેથી પાતળું પડ થય જાય...પછી ઉપર ના પડ મા ઘી અને લોટ નાખી દેવો..પછી તેનો રોલ વાળી દેવો

  7. 7

    રોલ વડાય જાય પછી તે રોલ ને હાથ ની મદદ થી વણી પાતળો કરી લેવો..પછી તેના કટર ની મદદથી લૂઆ કરી લેવા.. હથેળી ની મદદ થી પ્રેસ કરી લૂઆ બનાવવા જેથી પડ સારું બને..ડબ્બા મા કે ભીના કપડાં મા ઢાંકી દો..

  8. 8

    એક લુઓ લો તેને વણી સ્ક્વેર શેપ આપો તેમાં મસાલો ક્રોસ મા ભરો.સાઈડ ની કિનારી મા પાણી લગાવી પેક કરી દો

  9. 9

    આવી રીતે બધા પફ બનાવી લો..મીડિયામાં તેલ આવે તેમાં પફ ને 7/8 મિનિટ સુધી તળી લો.. જો ગેસ પર બેક કરવા હોય તો કોઈ પણ વાસણ મા નીચી નમક નાખી ઉપર પ્લેટ મૂકી તેમાં પફ મૂકો 50 મિનિટ સુધી બેક થવા દો..વચે એક વાર પફ ની સાઈડ બદલાવવી..

  10. 10

    રેડી છે પફ પેટીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Badal Patel
Badal Patel @cook_21975328
પર
Rajkot

Similar Recipes