વેજ પફ ઈન કડાઈ (Veg Puff Recipe in Kadai)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#સ્નેક્સ
#વિકમીલ૧
#સ્પાઈસી/તીખી

આજે મેં ઘરે જ પફ બનાવ્યા છે એ પણ ઓવન વગર અને ફર્સ્ટ ટ્રાયલ ખૂબ જ સફળ થઈ.
પફ બહાર જેવા જ બહુ પડવાળા ,ક્રીસ્પી અને ફરસા બન્યા. અને એ પણ માર્જરીન વગર અને એગલેસ.
અને ખૂબ જ સરળ રેસિપી છે તમે પણ જરૂર ટ્રાય કરજો.

વેજ પફ ઈન કડાઈ (Veg Puff Recipe in Kadai)

#સ્નેક્સ
#વિકમીલ૧
#સ્પાઈસી/તીખી

આજે મેં ઘરે જ પફ બનાવ્યા છે એ પણ ઓવન વગર અને ફર્સ્ટ ટ્રાયલ ખૂબ જ સફળ થઈ.
પફ બહાર જેવા જ બહુ પડવાળા ,ક્રીસ્પી અને ફરસા બન્યા. અને એ પણ માર્જરીન વગર અને એગલેસ.
અને ખૂબ જ સરળ રેસિપી છે તમે પણ જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ -૧૮ પફ
  1. પફ ના લેયર માટે:
  2. ૫૦૦ ગ્રામ મેંદો
  3. ૨૫૦ ગ્રામ વનસ્પતિ ઘી
  4. 2 મોટી ચમચીતેલ
  5. મીઠું સ્વાદમુજબ
  6. પાણી
  7. સ્ટફિંગ માટે:
  8. ૫-૬ નંગ બાફેલા બટાકા નો માવો
  9. ૧૫૦ ગ્રામ બાફેલા લીલા વટાણા
  10. ૨ નંગઝીણી સમારેલી ડુંગળી
  11. ૩-૪ ચમચી તેલ
  12. ૧ ચમચીજીરૂ
  13. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  14. ૧/૨ ચમચીહળદર
  15. ૧ ચમચીલાલ મરચુ
  16. ૧/૨ ચમચીગરમ મસાલો
  17. ૨ ચમચીધાણાજીરૂ
  18. ૧/૨ ચમચીઆમચુર પાઉડર
  19. મીઠું સ્વાદમુજબ
  20. ૧ ચમચીસૂકાધાણા
  21. ૧ ચમચીકાચી વરીયાળી
  22. ૧ કપમેંદો વણવા અને છાંટવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘી ને પીગાળી લેવું હવે એક વાસણ માં બરફ ના ટૂકડા લઈ એમાં ઘી નું વાસણ મૂકી ફ્લફી થાય ત્યાં સુધી ફેટવું

  2. 2

    આ રીતે કલર પણ બદલાય જશે. એટલે માર્જરીન બની ગયું કહેવાય એને ફ્રીજ માં મૂકી દેવું

  3. 3

    સ્ટફિંગ માટે: હવે એક કડાઈમાં તેલ લઈ ગરમ થાય એટલે એમાં જીરૂ નાખવું હવે એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી સાતળી લેવી ત્યારબાદ એમાં સૂકાધાણા, વરીયાળી અને ડુંગળી નાખી સાંતળી લેવું

  4. 4

    ડુંગળી સંતળાય એટલે બધો મસાલો કરી દેવો મસાલો સંતળાય જાય એટલે એમાં વટાણા અને બટાકા નો માવો ઉમેરી દેવો

  5. 5

    હવે બરાબર મિક્ષ કરી ૨ મિનિટ ચડવા દહીં ગેસ બંધ કરી દેવો

  6. 6

    પફ માટે: એક વાસણ માં મેંદો લઈ એમાં મીઠું અને તેલ નાખી બરાબર મિક્ષ કરી થોડુ થોડુ પાણી ઉમેરતા જઈ ન બહુ નરમ કે ન બહુ કડક એવી કણક તૈયાર કરવી. કણક ને ૧૫-૨૦ મિનિટ રેસ્ટ આપવું

  7. 7

    હવે કણક ને આ રીતે વણી લેવી એની ઉપર તૈયાર કરેલું માર્જરિન લગાાવવું પછી ઉપર મેંદો છાંટી આ રીતે ફોલ્ડ કરવું. (મેં પહેલી વાર બનાવ્યા એટલે પહેલા થોડા લોટ નું ટ્રાયલ કર્યું હતું તેના ફોટો છે તમારે બધી કણક ની આ પ્રોસેસ કરવી)

  8. 8

    ફરી ઉપર માર્જરીન લગાવી મેંદો છાંટી આ રીતે ફોલ્ડ કરવું હવે એક ભીના કટકા માં તૈયાર કરેલો લોટ મૂકી ફ્રીજ માં ૧૫ મિનિટ મૂકવું. ફરી ફ્રીજ માંથી કાઢી વણી માર્જરીન લગાવવું મેંદો છાંટવો ફોલ્ડ કરવું અને ફ્રીજ માં મૂકવું આ પ્રોસેસ ૩ વખત કરવી

  9. 9

    હવે ૩ વખત પ્રોસેસ કર્યા બાદ ફ્રીજ માંથી કાઢી વણી આ રીતે ચોરસ કટ કરી લેવું

  10. 10

    આ રીતે સ્ટફિંગ મૂકી ત્રિકોણ આકાર માં ફોલ્ડ કરી લેવું બહુ ચોટાડવું નહી.

  11. 11

    એક નોનસ્ટીક કડાઈ મીઠું મૂકી સ્ટેન્ડ મૂકી ઉપર પ્લેટ મૂકી એમાં પફ મૂકી ધીમા તાપે ઢાંકણ ઢાંકી ૧૫ મિનિટ સુધી ચડવા દેવું. પફ ને પલટવા ની કોઈ જ જરૂર નથી જાતે જ ચડી જશે. અને ફૂલી જશે.

  12. 12

    આ પફ તમે લીલી ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ (24)

Kinjal Shah
Kinjal Shah @cook_17759229
શું ખરેખર બજાર જેવા પફ બંને છે સહેલું છે બનાવાનું તો હું ટ્રાય કરુ.

Similar Recipes