શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ વાટકીબેસન
  2. ૨વાટકી છાસ
  3. ૧વાટકી પાણીથી
  4. ૧/૨ ચમચીહળદર
  5. 1/4 ચમચી હિંગ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. વઘાર માટે
  8. તેલ
  9. રાઈ
  10. જીરું
  11. સફેદ તલ
  12. લીલા મરચાં સમારેલ
  13. લીમડો
  14. ગાર્નિશ કરવા માટે
  15. કોથમરી
  16. ટોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    હેલ્લો ફ્રેન્ડ આજે રવિવાર છે તો મારા ઘરે કંઇક ને કૈક ફરસાણ તો બને જ.તો આજે મે ખાંડવી બનાવી ખાંડવી એ ગુજરાતી લોકો નું ફેવરીટ ફરસાણ...તો ચાલો હું તમને રેસિપી નોધાવી દઉ.

  2. 2

    તો ખાંડવી બનાવવા માટે આપણે એક લોયા માં ૧ વાટકી બેસન અને ૨વાટકી છાસ ૧ પાણી નાખવું ત્યારબાદ તેમાં મીઠું સ્વાદાનુસાર અને હિંગ અને હળદર નાખી બ્લેન્ડર ફેરવી તેને ફાસ ગેસ પર સતત હલાવવું જેથી ગઠા ન થાય. ૧૦ મિનિટ સુધી એકદમ હલાવવું પછી ગેસ બંધ કરવો

  3. 3

    ત્યારબાદ તેને એક પ્લાસ્ટિક પર પાથરી લો. બને તેટલું પાતળું પડ કરવું.

  4. 4

    પછી તેને ૧૦ મિનિટ સુધી ઠંડુ થવા દેવું.ત્યારબાદ તેમાં ૩ ઇંચ જેટલું અંતર રાખી કાપા પાડવા.

  5. 5

    ત્યાર પછી તેને ધીમે ધીમે રોલ વાળી ને એક ડિશ માં રાખવા. ત્યારાદ તેના ઉપર વઘાર કરવો

  6. 6

    વઘાર કરવા માટે આપણે એક વઘરિયા માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, નાખી તતડવા દેવું ત્યાર બાદ તેમાં લીલા મરચાં અને લીમડો નાખવો ઇ તતડી જઈ પછી તેમાં સફેદ તલ નાખી ગેસ બંધ કરી દેવો.અને એ વઘાર ખાંડવી પર નાખવો અને તેને દ્દિશ ને ધીમા હાથે હલાવવું જેથી બધામાં વઘાર સરખો થઈ જાય અને રેલ તૂટી ન જઈ.

  7. 7

    ત્યાર બાદ તેમાં સમારેલી કોથમીર અને ટોપરા નું છીણ નાખી ગરનીશ કરવું.તો તૈયાર છે ખાંડવી. ખાંડવી ને પાટુડી પણ કેહવામાં આવે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Parekh
Nidhi Parekh @cook_24684985
પર

ટિપ્પણીઓ (2)

Dave rita
Dave rita @cook_24425240
બેસ્ટ રેશીપી મારી પણ ફેવરીટ છેખાડવી

Similar Recipes