રગડા પેટીસ(ragda patties Recipe in Gujarati)

Gandhi vaishali
Gandhi vaishali @cook_21706882
શેર કરો

ઘટકો

  1. રગડો બનાવા માટે
  2. 2 નંગબટાકા
  3. 100 ગ્રામસૂકા વટાણા
  4. 2 નંગ ડુંગળી
  5. 2 નંગ ટામેટા
  6. 5 કળી લસણ
  7. વઘાર માટે તેલ
  8. 1 ચમચી રાઈ  જીરું
  9. ચપટી હિંગ
  10. 1 ચમચી ખડા મસાલા
  11. 1 ચમચી લાલ મરચું
  12. 1 ચમચી હળદર
  13. 1 ચમચી ગરમ મસાલો
  14. 1 ચમચી ધાણાજીરું
  15. 1 ચમચી લીંબુ નો રસ
  16. 1 ચમચી ચણા નો લોટ
  17. 1 ચમચી ખાંડ
  18. પીરસવા માટે
  19. 1 ચમચી ચણા દાળ
  20. 1 ચમચી તળેલા સીંગદાણા
  21. 1 ચમચી દાડમ
  22. 1 ચમચી જીણી સમારેલી ડુંગળી
  23. 2 ચમચી સેવ
  24. લીલી ચટણી
  25. ખજૂર આંબલી ની ચટણી
  26. લસણ ની ચટણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વટાણા અને બટાકા ને બાફી લો પછી તેને અલગ કરી ને બટાકા ને કાઢી ને મેસ કરી તેમાં બધાજ મસાલા ઉમેરી ને તેનો મસાલો તૈયાર કરી લો અને તેની પેટીસ પણ વારી લો.અને તેને તપખીર માં બોડી ને તૈયાર કરી લો.

  2. 2

    પછી તેને ગરમ તેલ મા તળી લો. ત્યારબાદ રગડા માટે પેહલા ડુંગળી.. ટામેટા.. આદું.. મરચા.. લસણ જીણા સમારી ને મીક્ષરમાં પીસી લો. પછી એક બાઉલ માં તેલ નો વઘાર મૂકી ને તેમાં રાઈ જીરું ખડા મસાલાને હિંગ ઉમેરી ને ગ્રેવી નો વઘાર કરી તેમાં બાફેલા વટાણા બટાકા અને બધાજ મસાલા ઉમેરી ને તૈયાર કરો છેલ્લે એક વાટકી માં ચણા નો લોટ લઇ તેમાં પાણીનાંખી ને હલાવી ને તે પાણી ઉમેરી દો એટલે રગડો જરા ઘટ્ટ થઇ જશે.

  3. 3

    પછી એક બાઉલ માં પેટીસ લઇ તેની પર રગડો બધી ચટણી બી દાડમ ડુંગળી સેવ ઉમેરી ને ચાટ તૈયાર કરી લો તો તૈયાર છે ચોમાસા માટે રગડા પેટીસ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gandhi vaishali
Gandhi vaishali @cook_21706882
પર

Similar Recipes