રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊

રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
3 વ્યક્તિ
  1. પેટીસ માટે:
  2. 8 નંગબટાકા
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીમીઠું
  5. 1 ચમચીધાણાજીરું
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. 1 ચમચીકોર્ન ફ્લોર
  8. 1 ચમચીકોથમીર
  9. ચપટીહિંગ
  10. સેલો ફ્રાય કરવા માટે તેલ
  11. રગડો બનાવવા માટે:
  12. 100-150 ગ્રામસફેદ વટાણા
  13. 1બફેલું બટેકુ
  14. 1 ચમચીહળદર
  15. 1 ચમચીમીઠું
  16. 1 ચમચીધાણાજીરું
  17. 1 ચમચીલાલ મરચું
  18. ચપટીહિંગ
  19. 3ટામેટા
  20. 3કળી લસણ
  21. થોડુ ગરમ મસાલો
  22. થોડુ લીંબુ
  23. કિથમિર
  24. ગાર્નિંસ કરવા માટે:
  25. લસણ ની લાલ ચટણી
  26. કોથમીર ની લિલી ચટણી
  27. ખાટી મીઠી ચટણી
  28. જીણી સેવ
  29. જીણી સમારેલી ડુંગળી
  30. જીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પેટીસ બનાવવા માટે બટેકા ને ધોઈ, કૂકર માં બાફવા મૂકો. 4 સિટી થાઈ જાય પછી ખોલો. ઠંડા પડે પછી તેની છાલ કાઢી, સ્મેશર થી સ્મેશ કરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં બધાં મસાલા ઉમેરી હાથ થી મિક્સ કરો.

  3. 3

    હાથ મા તેલ લગાડી,થોડાં થોડાં લૂઆ હાથ માં લઇ, સરસ પેટીસ જેવો શેપ આપી, બધી પેટીસ વાડી ને એક થાળી માં ગોઠવો.

  4. 4

    ત્યાર બાદ તવા પર તેલ નાખી માધ્યમ આંચ પર પેટીસ ને સેલો ફ્રાય કરો. બન્ને બાજુ થી બરાબર શેકો.

  5. 5

    આ રીતે બધી જ પેટીસ બનાવી ને તૈયાર કરી લો.

  6. 6

    રગડો બનાવવા માટે સૌ પ્રથમ કૂકર માં વટાણા અને 1 બટેકુ નાખી 3 સિટી લઇ લો. કૂકર ઠંડું પડે એટ્લે ખોલો. એક કઢાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટ્લે તેમાં હિંગ નાખી, ટામેટા અને લસણ ની ગ્રેવી નાખી સાંતળો. ત્યાર બાદ બધાં મસાલા કરો, બાદ માં બાફેલા વટાણા નાખો. બટેકા ને એક્દમ સ્મેશ કરી નાખો, જેથી રસો પી જાય.થોડી વાર બધાં મસાલા ચડી જાય પછી ગેસ બંધ કરી, કોથમીર નાખો.

  7. 7

    સર્વ કરવા માટે પહેલા એક ડીશ માં 2 પેટીસ મૂકો. તેની ઉપર રગડો રેડો. ત્યાર બાદ લિલી ચટણી, લાલ ચટણી, મીઠી ચટણી નાખો, ત્યાર બાદ જીણી સમારેલી ડુંગળી નાખો,, બાદ માં સેવ અને છેલ્લે કોથમીર નાખી સર્વ કરો.😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

Similar Recipes