ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)

Desai Arti
Desai Arti @cook_22705033

#ઇન્ડિયા2020  #વેસ્ટ
ચુરમાના લાડુ એ ગુજરાત પ્રદેશની ખૂબ જ જૂની જૂના જમાનાની પ્રસિદ્ધ વાનગી છે આજના ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો આ વાનગી ભૂલી ગયા છે

ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)

#ઇન્ડિયા2020  #વેસ્ટ
ચુરમાના લાડુ એ ગુજરાત પ્રદેશની ખૂબ જ જૂની જૂના જમાનાની પ્રસિદ્ધ વાનગી છે આજના ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો આ વાનગી ભૂલી ગયા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
પાંચ વ્યક્તિ માટે
  1. ૨ કપઘઉં નો કકરો લોટ
  2. 1 કપગોળ
  3. 4 ચમચા ઘી
  4. 1/2 કપ દૂધ
  5. 1 ચમચો ચણાનો લોટ
  6. 1/2 ચમચી ઈલાયચી પાઉડર
  7. 2 ચમચીખસખસ
  8. 2 ચમચીતલ
  9. મુઠીયા તળવા માટે તેલ અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં ઘીનું મોણ નાખી તેમાં ચણાનો લોટ મિક્સ કરી દૂધ નાખી લોટ બાંધી તેના મુઠીયા બનાવો અને તેને ઘી અથવા તેલમાં ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો આ મુઠીયા ને એક કલાક રહેવા દહીં તેને ઠંડા કરો

  2. 2

    મુઠીયા ઠંડા થાય એટલે તેને દસ્તા થી તોડી મિક્સરમાં નાખી ક્રશ કરી ચારણીમાં ચાળી લો.

  3. 3

    હવે એક કઢાઈ લઈ તેમાં ગોળ નાખો ગોળ પીગળે અને તેમાં બબલ્સ આવે એટલે ઘઉંના લોટનું મિશ્રણ નાખો સાથે ઈલાયચી પાઉડર અને તલ પણ નાખો બધું સરખી રીતે મિક્સ કરો અને તેને એક થાળીમાં કાઢી લો હાથ પર થોડું ઘી લગાવી મિશ્રણ નાના નાના ગોળા વાળી ખસખસ માં રોલ કરી તેને સર્વ કરો તો તૈયાર છે મારી યુનિક અને ટેસ્ટી ગુજરાતી દેશી ચુરમાના લાડુ જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે આ લાડુ અને એરટાઈટ કન્ટેનરમાં ભરી ૨૦થી ૨૫ દિવસ સુધી સાચવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Desai Arti
Desai Arti @cook_22705033
પર

ટિપ્પણીઓ

Similar Recipes