ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#SGC
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ચુરમાના લાડુ ગણપતિ બાપા ને ખૂબ પ્રિય છે. અમારા ઘરમાં ગણેશ ચતુર્થી આવે એટલે ચુરમાના લાડુ તો ચોક્કસ બને. આ લાડુ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. થોડો સમય લાગે છે પરંતુ આ લાડુ ઘરે પણ બજાર જેવા જ ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે.

ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

#SGC
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ચુરમાના લાડુ ગણપતિ બાપા ને ખૂબ પ્રિય છે. અમારા ઘરમાં ગણેશ ચતુર્થી આવે એટલે ચુરમાના લાડુ તો ચોક્કસ બને. આ લાડુ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. થોડો સમય લાગે છે પરંતુ આ લાડુ ઘરે પણ બજાર જેવા જ ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
9-12 લાડુ માટે
  1. 2 કપભાખરીનો લોટ
  2. 3 Tbspઘી (મોણ માટે)
  3. 1 કપઘી મુઠીયા તળવા માટે
  4. 1 Tspએલચીનો પાઉડર
  5. 2 Tbspકાજુના ટુકડા
  6. 3/4 કપસમારેલો ગોળ
  7. 1/4 કપઘી ગોળની પાય માટે

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    એક મોટા વાસણમાં ભાખરીનો લોટ લઇ તેમાં ઘી નું મોણ નાખી લોટ સાથે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  2. 2

    મુઠ્ઠી વડે એટલું મોણ દેવાનું છે અને થોડું ગરમ પાણી ઉમેરી લોટના આ રીતે મુઠીયા વાળી લેવાના છે.

  3. 3

    એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં આ તૈયાર કરેલા મુઠીયાને મીડીયમ ટુ સ્લો ફ્લેમ પર આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લેવાના છે.

  4. 4

    આ મુઠીયા થોડા ઠરે એટલે તેને હાથથી તોળી તેનું ચુરમુ કરી લેવાનું છે અને તેને મિક્સર ની જારમાં દરદરુ પીસી લેવાનું છે. હવે તેને ચારણી વડે ચાળી લેવાનું છે.

  5. 5

    મુઠીયાના થોડા ટુકડા રહી ગયા હોય તો તેને ફરી ગ્રાઇન્ડ કરી ચાળી લેવાના છે.

  6. 6

    હવે તેમાં એલચીનો પાઉડર અને કાજુના ટુકડા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  7. 7

    એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં સમારેલો ગોળ ઉમેરી તેને બરાબર રીતે ઓગાળવાનો છે.

  8. 8

    હવે આ ગોળને તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  9. 9

    આ મિશ્રણમાંથી મનગમતી સાઈઝના ચુરમાના લાડુ વાળી લેવાના છે.

  10. 10

    તો અહીંયા આપણા ગણપતિ બાપા ના પ્રિય એવા ચુરમાના લાડુ ધરવા માટે તૈયાર છે.

  11. 11
  12. 12
  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes