ચુરમાના લાડુ (Churma na ladu recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ 22
ચુરમાના લાડુ...💝 અમે નાના હતા ત્યારે દાદીમા અમને લાડવા ખવડાવવા માટે થઈને લાડવા ની અંદર છાનામાના 10 પૈસા, 25 પૈસા, 50 પૈસા કે એક રૂપિયો સંતાડતા હતા, અને પછી એમ કહેતા કે આ લાડુ જે ખાશે તેને લાડુની અંદરથી પૈસા મળશે. એટલે એક આખો લાડુ ખાઈ જવાનો. અને અમે એ 10 પૈસા કે 25 પૈસાની લાલચમાં આખો લાડુ ખાઈ જતા. મીઠા લાડવા સાથેની આ મીઠી યાદો હજુ પણ અકબંધ છે. 💞😍😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો જાડો કકરો લોટ
  2. 1 મોટી ચમચીચણાનો જાડો લોટ
  3. 1/2 કપતેલ
  4. 1 કપહુંફાળું દૂધ
  5. 1 કપબૂરું ખાંડ
  6. 3 ચમચીઈલાયચીનો પાઉડર
  7. 1/2 ચમચીજાયફળનો પાઉડર
  8. 5 ચમચીખસખસ
  9. 50 ગ્રામબદામ ના કટકા
  10. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં અને ચણાનો લોટ મિક્સ કરીને તેમાં મુઠ્ઠી પડે તેટલું મોણ નાખવું અને તેમાં હુંફાળું દૂધ નાખીને તેના મુઠીયા વાળવા.

  2. 2

    આ મુઠીયા ને ગરમ ઘીમાં ધીમા તાપે તળવા બદામી રંગના થાય એટલે તેને ઘી માંથી કાઢી લેવા અને ઠરે એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લેવા.

  3. 3

    કાણાવાળી ચારણીથી તેને ચાળી લેવુ. તેમાં બૂરું ખાંડ નાખવી. ઘી ગરમ કરીને ચુરમા માં નાખો સાથે સાથે તેમાં ઈલાયચીનો ભૂકો તથા બદામના કટકા પણ નાખવા. બધું બરાબર ભેળવીને તેના લાડુ વાળવા.

  4. 4

    લાડુ ની ફરતે ખસખસ લગાડી જરા ઊંચેથી થાળીમાં લાડુ નાખવો જેથી નીચેના ભાગમાં દબાઈને પડઘી પડે. ચુરમા ના લાડુ માં નાની ખડી સાકર તથા આખા મરીયા પણ નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ (16)

Similar Recipes