લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

લીલી હળદર નું અથાણું (Raw Turmeric Pickle Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ લીલી હળદર (ઓરેન્જ કલરની)
  2. ૨૫૦ ગ્રામ આંબા હળદર (પીળા કલરની)
  3. ૨ મોટા જાડા ગાજર
  4. ૨ મોટા લીંબુ
  5. ૨૫૦ ગ્રામ કેપ્સીકમ મરચાં મીક્ષ કલરનાં (ગ્રીન, રેડ, ઓરેન્જ - એકલાં ગ્રીન વાપરવાં હોય તો પણ ચાલસે)
  6. ૧ નાનો ચમચો રાઈનાં કુરીયાં
  7. ૧નાનો ચમચો તેલ (મેં ઓલીવ ઓઈલ લીધું છે)
  8. ટેસ્ટ મુજબ મીઠું
  9. ૧ નાનો ચમચો મેથી નો મસાલો
  10. ૧નાનો ચમચો લીબું નો રસ
  11. ૧/૨ નાનો ચમચો લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલા બધી વસ્તુ ને સરસ ધોઈ ને કોરી કરી લો. લીલી હળદર, આંબામોર અને ગાજર ની છાલ કાઢી લો.

  2. 2

    હવે, લીલીહળદર, આંબા હળદર, ગાજર અને બધા કલરનાં કેપ્સીકમ ને લાંબી પાતળી ચીરી માં સમારી લો. નીચે પહેલા ફોટા માં બતાવ્યું છે તે મુજબ.તેમાં લીંબુ ના બીનકાઢેલાં નાનાં ચોરસ ટુકડાં કરી ઉમેરો. હવે તેમાં રાઈનાં કુરીયાં, તેલ ઉમેરી સરસ મીક્ષ કરો.

  3. 3

    હવે, તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરો, મેથીનો મસાલો અને લીબું નો રસ ઉમેરી રરસ રીતે હલાવી મીક્ષ કરો. તમે ઇચ્છો તો આમાં બી જ કાઢેલાં લીલા મરચાં પણ ઉમેરી સકો છો. મેં નથી ઉમેર્યાં. તીખું કરવાં મેં લાલ મરચું ઉમેર્યું છે.

  4. 4

    આ બધું સરસ રીતે હલાવી ૧-૨ દિવસ સુધી એને અથાવા દો. ઢાંકી ને કીચન માં રાખો. દિવસ માં ૩-૪ વાર હલાવતાં રહો. ૨ દિવસ પછી ધોઈ ને કોરી કરેલે કાચની બરણીમાં ભરી લો. આ અથાણા ને રેફરીજરેટરમાં મુકી દો. બહુ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી અથાણું તૈયાર થાય છે. અમારી ઘરે આ બધાનું ખુબ જ ફેવરેટ છે. તમારે આમાં ગળપણ નાંખવું હોય તો પણ નાંખી સકો છો. એ પણ સારું લાગે છે, અમારી ઘરે બધાને ખાટું વધારે ભાવે છે, એટલે હું ગોળ નથી ઉમેરતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes