વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#NoOvenBaking
#રેસીપી4
#recipe4
#cookies

અહીં મેં શેફ નેહા ની NoOvenBaking સિરીઝ ની છેલ્લી રેસીપી (વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ) રીક્રિએટ કરી છે. ચોકલેટ ચિપ્સ ન્યુટેલા કૂકીઝ ની સાથે મેં M&M’s minis ની કૂકીઝ પણ રજુ કરી છે. કૂકીઝ ઓવન જેવી જ કરકરી અને ખુબ j ટેસ્ટી બની.

NoOvenBaking સિરીઝ માં ભાગ લઇ ને મને ખુબ જ મજા આવી અને ઘણું નવું શીખવા મળ્યું. આ બદલ હું કુકપેડ અને શેફ નેહા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ચારે ચાર રેસીપી ઓવન વગર પણ ખુબ જ સરસ બની. ધાર્યું નહોતું કે ગેસ પર બેક કરેલી કૂકીઝ ઓવન જેવી જ લાજવાબ બનશે. હેટ્સ ઑફ to શેફ નેહા !!!

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

2 કલાક
20 નંગ બંને કૂકીઝ મળીને
  1. ➡️ વેનીલા હાર્ટ કૂકીઝ ❤️ માટે ના ઘટકો:
  2. 3/4 કપમેંદો
  3. 1/8 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  4. 1/4 કપમાખણ (55 ગ્રામ)
  5. 1/2 કપઆઈસિંગ ખાંડ
  6. 1/4 ટીસ્પૂનવેનીલા એસેન્સ
  7. 2 ટીસ્પૂનદૂધ
  8. જરૂર મુજબ રેડ ફૂડ કલર (ઓપ્શનલ)
  9. બ્રશિંગ માટે પાણી
  10. ➡️ એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ 🍪 માટે ના ઘટકો:
  11. 3/4 કપમેંદો
  12. 1/8 ટીસ્પૂનબેકિંગ સોડા
  13. ચપટીબેકિંગ પાઉડર
  14. 1/4 કપમાખણ
  15. 1/8 કપબ્રાઉન ખાંડ
  16. 1/8 કપદળેલી ખાંડ (50 ગ્રામ આખી ખાંડ માપી ને દળી લેવી)
  17. 1/4 ટીસ્પૂનવેનીલા એસેન્સ
  18. 6 ટીસ્પૂનન્યૂટેલા સ્પ્રેડ
  19. 2-3 ટેબલસ્પૂનચોકલેટ ચિપ્સ
  20. 1 ટેબલસ્પૂનદૂધ (રૂમ ટેમ્પરેચર)
  21. 2 ટેબલસ્પૂનમીની જેમ્સ અથવા M&M's

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    વેનીલા હાર્ટ કૂકીઝ બનાવવા માટે સૌ પ્રથમ મેંદા માં બેકિંગ પાઉડર મિક્સ કરી ચારી લો. હવે એક બોઉલ માં માખણ અને આઈસીંગ ખાંડ ને બરાબર હલાવી મિક્સ કરી લો. હવે તેમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરો.

  2. 2

    હવે માખણ ના મિક્સચર થોડો થોડો કરી ને મેંદો ઉમેરતા જાવ અને બરાબર મિક્સ કરો. હવે કિચન પ્લેટફોર્મ પર લઇ 2:1 ના પ્રમાણમાં તેને 2 ભાગોમાં વહેંચો. લોટ ને બાંધવા માટે દરેક ભાગમાં એકદમ થોડું દૂધ ઉમેરો અને ભાખરી જેવો લોટ બાંધી લો.

  3. 3

    મોટા ભાગમાં રેડ ફૂડ કલર ઉમેરો અને મિક્સ કરો. હવે લાલ લોટ ને બટર પેપર પર લઇ રોટલો વણી લો. રોટલા ની જાડાઈ 1/2 cm જેટલી રાખવી. હવે હાર્ટ કટર થી નાના નાના હાર્ટ આકાર કાપી લો. બધા હાર્ટ પર બ્રશ થી પાણી લગાવી એક ની ઉપર એક ગોઠવી દો. તેને બટર પેપર માં લપેટી ને 30 મિનિટ માટે ફ્રીઝર માં સેટ કરવા મૂકી દો.

  4. 4

    ફ્રીઝર માંથી કાઢી ને હાર્ટસ ની ફરતે સફેદ કણક એક સરખો લપેટી દો.. બધી તિરાડો દૂર કરવા તેને રોલ કરો. રોલ ને ફરી 30 મિનિટ માટે ફ્રીઝર માં સેટ થવા મુકો। ત્યાર બાદ રોલ માંથી 1/2 cm જાડાઈ વાળી સ્લાઈસ કાપી લો. હવે એક બેકિંગ ટ્રે પર બટર પેપર મૂકી તેની ઉપર હાર્ટ કૂકીઝ ગોઠવી દો. કૂકીઝ ને છૂટી છૂટી ગોઠવો જેથી બેકિંગ વખતે ફૂલવા માટે જગ્યા રહે.

  5. 5

    એક મોટી પેન માં મીઠું નાખી તેમાં એક સ્ટેન્ડ મૂકી 5-7 મિનિટ ફાસ્ટ તાપ પર પ્રી હીટ કરવા મૂકી દો. હવે કૂકીઝ વાળી બેકિંગ ટ્રે પેન માં મૂકી લો ફ્લેમ પર 20 મિનિટ માટે બેક કરો. કૂકીઝ ની ધાર લઈટ ગોલ્ડન બ્રોઉન થવી જોઈએ. બધી કૂકીઝ આ રીતે બેક કરી લો. ત્યાર બાદ કૂકીઝ ને ઠંડી પાડવા દો. તૈયાર છે વેનીલા હાર્ટ કૂકીઝ.

  6. 6

    ➡️ એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ બનાવવા માટે સૌ પ્રથમ મેંદા માં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરો અને ચારી લો. હવે એક બોઉલ માં બટર લઇ તેમાં બ્રોઉન ખાંડ અને દળેલી ખાંડ ઉમેરો। તેને બરાબર હલાવી ને મિક્સ કરો. હવે તેમાં વેનીલા એસેન્સ નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ દૂધ નાખી ફરી મિક્સ કરી બરાબર હલાવી લો.

  7. 7

    હવે આ મિક્સચર ની અંદર થોડો થોડો કરી ને મેંદા નું મિશ્રણ ઉમેરતા જાવ અને લોટ બાંધી લો. આ લોટ ના 2:1 ભાગ કરો. મોટા ભાગ માં ચોકલેટ ચિપ્સ ઉમેરી ને મિક્સ કરો, નાના ભાગ માં મીની જેમ્સ અથવા M&મ's નાખી મિક્સ કરો અને આ બંને મિક્સચર ને ફ્રીઝ માં 30 મિનિટ સેટ થવા મૂકી દો.

  8. 8

    એક બટર પેપર પર 1-1 ટીસ્પૂન જેટલા ન્યુટેલા સ્પ્રેડ ના સ્કુપ પાથરો અને ફ્રીઝર માં 30 મિનિટ માટે સેટ થવા મૂકી દો. હવે એક મોટી પેન માં મીઠું લઇ ઉપર સ્ટેન્ડ મૂકી ને ઢાંકણ ઢાંકી દો અને 5-7 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર પ્રી હીટ કરવા મૂકી દો. હવે 30 મિનિટ પછી લોટ ના 6-7 લુવા કરો. દરેક લુવા ને થાપી તેમાં વચ્ચે ફ્રીઝ કરેલું ન્યુટેલા મૂકી, બધી બાજુ બંધ કરી ને ગોળા વાળી લો. બધા ગોળા ને સેજ દબાવી ને કુકી નો આકાર આપી દો અને ઉપર થી ચોકો ચિપ્સ લગાવો। એવીજ રીતે જેમ્સ ની કૂકીઝ તૈયાર કરો.

  9. 9

    હવે બેકિંગ ટ્રે પર બટર પેપર લગાવી તેની ઉપર કૂકીઝ ગોઠવી દો. કૂકીઝ ને છૂટી છૂટી ગોઠવો જેથી બેકિંગ વખતે ફૂલવા માટે જગ્યા રહે. હવે કૂકીઝ ને પ્રી હીટ કરેલી પેન માં 20 મિનિટ માટે બેક કરવા મૂકી દો. બધી કૂકીઝ ને આ રીતે બેક કરી લો અને ઠંડી થવા દો. તૈયાર છે એગલેસ ન્યુટેલા સ્ટફ્ડ કૂકીઝ.

  10. 10

    તૈયાર છે એગલેસ ન્યુટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ 🍪

  11. 11

    તૈયાર છે વેનીલા હાર્ટ કૂકીઝ ❤️

  12. 12

    ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. ❤️🍪

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (29)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Your photographs is awesome 👌 Are you professional photographer? I have just one question if you don't mind. Your all photos done your name how is possible. I try my phone editing but not creating.

દ્વારા લખાયેલ

Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes