સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

સાબુદાણાં ની ખીચડી મારું સૌથી ફેવરેટ ફુડ છે. એને બનાવવાની પણ બહુ બધી અલગ રીત છે. બધા પોતાના ટેસ્ટ અને જરુરીયાત મુજબ તેમાં ફેરફાર કરતાં હોય છે. કોઈ બટાકા વાળી બનાવે, કોઈ દુધી વાળી કે પછી કોઈ સાદી બનાવે. કોઈ આખા સીંગદાણાં નાંખે કે કોઈ ભુકો કરી નાંખે, કે પછી કોઈ બંને નાંખે. ખીચડીમાં વપરાતી વસ્તુ તો મોટેભાગે સેમ જ હોય, પણ અલગ રીતે બને એટલે બધાં નો ટેસ્ટ એકદમ જુદો થઈ જાય.

મને મારી મોમ ની બનાવેલી સાબુદાણાં ની દુધી નાંખેલી ખીચડી બહુ જ ભાવે છે. હું ગમે એટલાં પ્રયત્ન કરું પણ એમનાં જેવી નથી બનતી. મને ખબર છે કે એ એમાં એમનો મારા માટે નો પ્રેમ ઉમેરતાં હશે, એટલે જ આટલી સરસ બનતી હોય છે.

આજે મેં સાબુદાણાં ની બટાકા નાંખી ને ખીચડી બનાવી છે. એકદમ છુટ્ટી. દાણો દાણો ગણાય એવી.બહુ જ સરસ બની છે. મને આ મીઠું- મરચું નાંખેલા મોળા દહીં જોડે ભાવે છે.

સાબુદાણાંની ખીચડી ચીકણી નાં થઈ જાય એ માટે સાબુદાણાં પલારવાં ખુબ જ ધ્યાન રાખવું પડે છે. પહેલાં તો તેને ૨-૩ વાર હાથ થી સરસ ધોઈ લેવાં નાં, પછી ડુબે એટલું પાણી નાંખી ૧-૨ કલાક પલારવાં પડે. સાબુદાણાં મોટા ભાગનું બહુ બધું પાણી પી જશે. હવે,૨ કલાક પછી ફરી એકવાર ધોઈ બધું પાણી નીતારી લેવાંનું, અને ખુબજ ઓછું પાણી છાંટી ઢાંકી ને રાખવાં. થોડી વારમાં તો તે એકદમ સરસ ફુલી જશે. એક સાબુ દાણો હાથમાં લઈ બે આંગળી ની વચ્ચે મુકી દબાવી જોવો, એકદમ ભુકો થઈ જાય તો સમજવું કે સરસ થઈ ગયો છે, જો ના થાય તો વધારે વાર પલારવાં. આ પલારેલાં સાબુદાણાં ડબ્બા માં મુકી ફી્ઝ માં પણ ૩-૪ દીવસ સુધી રાખી સકાય
#માઇઇબુક
#cookpad
#cookpadgujarati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૩-૪
  1. ૧ વાટકીસાબુદાણા (૪-૫ કલાક પહેલા ધોઈ લેવાં.સાબુદાણાં ડુબે એટલું પાણી નાંખી પલારવા. ૧-૨ કલાક પછી બધું પાણી કાઢી ધોઈને નીતારી લેવાં.હવે,થોડું પાણી સરખું છાંટી ઢાંકી ને રાખવા. કલાકમાં તો સરસ ફુલી જશે)
  2. ૧ નંગમીડીયમ બાફેલો બટાકો (નાનાં ચોરસ ટુકડાં કરી લો)
  3. 3 નંગલીલાં મરચા (હું જોડે લાલ મરચું પણ યુઝ કરવાની છું, જો તમે લાલ મરચું પાઉડર ના યુઝ કરવાનાં હોવ તો મરચાં વધારે લેવાં)
  4. ૩ ચમચીતેલ
  5. ૧ ચમચીજીરું
  6. ૬-૭ નંગલીમડાં ના પાન
  7. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧/૨ વાટકીસેકેલાં ફોતરાં કાઢેલાં સીંગદાણાં (અધકચરાં કરેલાં કે થોડા ટુકડાં કરેલાં, જેવાં ભાવતાં હોય તેવાં કરવા)
  9. સ્વાદાનુસારમીઠું
  10. ૧ ચમચીલીંબુ નો રસ
  11. 1 ચમચીખાંડ
  12. ઝીણી સમારેલી કોથમીર
  13. જરૂર મુજબમોળું દહીં (મીઠું અને લાલ મરચું નાંખેલું)

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં પેન માં તેલ લો, જરા ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરો. તતડે એટલે લીલાં મરચાં અને લીમડો ઉમેરો. અને બાફેલાં બટાકાનાં નાન ટુકડા કરી ઉમેરો. સરસ બધું હલાવી મીક્ષ કરી લો. બટાકા બાફેલા છે એટલે બહુ વાર નહી થાય.

  2. 2

    હવે એમાં પલારેલા, અને બધું પાણી કાઢી ને નિતારેલાં સાબુદાણાં ઉમેરો. લાલ મરચું પાઉડર અને લાંબું નો રસ નાંખી મીક્ષ કરો. હવે, એને થવા દો. ઢાંકી ને કરવા હોય તો જરા પાણી છાંટી ઢાંકી ને ધીમાં ગેસ પર સાબુદાણાં ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો, જેથી નીચે ચોંટી ના જાય. સાબુદાણાં એકદમ સરસ ચડી જલે એટલે એનો કલર જરા ચેન્જ થઈ જસે. એકદમ પારદશઁક થઈ જશે. હવે તેમાં ખાંડ ઉમેરી હલાવી લો, અને મીક્ષ બરોબર થઈ જાય પછી ગેસ બંધ કરી લોં.

  3. 3

    ઝીણી સમારેલી કોથમીર ભબરાવી ગરમ ગરમ ખીચડી મરચું મીઠું નાંખેલા મોળા દહીં જોડે પીરશો.

  4. 4

    સાબુદાણાં ની આ ખીચડી એકલી પણ સરસ લાગે છે. પણ જો આ ટેસ્ટી ચટપટી ખીચડી તમે મોળાં મસાલાં વાળા દહીં જોડે ખાવ તો વધારે સારી લાગશે. બંને નું કોમ્બીન્શન ખુબજ સરસ લાગે છે. તમે જો એવું ના ખાધું હોય તો ટા્ય જરુર થી કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes