દાલ બાટી(daal baati recipe in gujarati)

Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364

#નોર્થ
#Np
દાલ બાટી ને હેલ્થી અને પ્રોટીન થી ભરપુર બનાવા એકલી અડદ ની દાળ ની જગ્યાએ મીકસ દાળ લીધી છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે

દાલ બાટી(daal baati recipe in gujarati)

#નોર્થ
#Np
દાલ બાટી ને હેલ્થી અને પ્રોટીન થી ભરપુર બનાવા એકલી અડદ ની દાળ ની જગ્યાએ મીકસ દાળ લીધી છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટી પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2 લોકો માટે
  1. 1 વાડકીઘઉં નો જાડો લોટ
  2. 1/2વાડકી ઘઉં નો લોટ
  3. 1 ચમચીઅજમો
  4. મીઠું સ્વાદ અનુસાર નાખી ને બરાબર હલાવી
  5. 2ચમચા તેલ
  6. 1 વાડકીપાણી
  7. મિક્સ દાળ બનાવા માટે
  8. 1 નાની વાડકીમગ ની દાળ
  9. 1 નાની વાડકીચણા ની દાળ
  10. 2 ચમચીમસૂર ની દાળ
  11. 1મુઠી અડદ ની દાળ
  12. 1/2મુઠી કાળા મગ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 1 ચમચીલસણ ની પેસ્ટ
  15. 1 ચમચીલીલું મરચું
  16. 1 ચમચીગરમ મસાલો
  17. 1 ચમચીતેલ
  18. ગ્રીન ચટણી
  19. લસણની ચટણી
  20. લીંબુ નો રસ
  21. ડુંગળી

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો જાડો લોટ અને ઘઉં નો લોટ લઇ તેમાં મીઠું સ્વાદ અનુસાર, અજમો, તેલ નાખી ને બરાબર હલાવી ને પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. હવે ગોળ કાણાં ગોળા બનાવી અને બાટી ના કુકર માં સેકવા મૂકો.

  2. 2

    હવે મિક્સ દાળ તૈયાર કરવા માટે દાળ ને કુકર માં બાફવા માટે મૂકી દો. દાળ બફાઇ ગયા બાદ કઢાઈ મા તેલ ગરમ થાય એટલે લસણ ની પેસ્ટ અને દાળ નાખી ને બરાબર હલાવી દો.હવે તેમાં મીઠું,હળદર,લીલું મરચું, ગરમ મસાલો એક ચમચી અને લીંબુ નો રસ નાખી ને બરાબર હલાવી દો અને તેને ગરમ થવાં દો.

  3. 3

    હવે એક ડીશ મા બાટી નો ચૂરમો કરી તેના ઉપર મીકસ દાળ નાખી તેના ઉપર ગ્રીન ચટણી, લસણની ચટણી અને ડુંગળી નાખવું.

  4. 4

    તો તૈયાર છે આપણી દાલ બાટી જે મીકસ દાળ મા બનાવી છે પ્રોટીન થી ભરપુર અને ટેસ્ટી હેલ્થી ડીશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dt.Harita Parikh
Dt.Harita Parikh @cook_24611364
પર

ટિપ્પણીઓ

Similar Recipes