દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#GA4
#Week25
#WD

@aarti vithlani એ માર મોટા બેન છે.આ દાલ બાટી પણ તેની પ્રેરણા થી જ બનાવી છે.એ બરોડા રહે છે પણ હાલ આ સોસીયલ મિડિયા નિ મદદ થી ખુબ જ સરળતા થી વાત થય શકે માટે.તેની પ્રેરણા થી આ દાલ બાટી બનાવી.ખુબ જ મસ્ત બની છે.અને આ સિવાય પણ મે બહુ બધી રસોઇ મારા દીદિ પાસેથી શીખી છે.મારા માટે તે હમેશા પ્રેરણાત્મક છે અને રહશે.

દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)

#GA4
#Week25
#WD

@aarti vithlani એ માર મોટા બેન છે.આ દાલ બાટી પણ તેની પ્રેરણા થી જ બનાવી છે.એ બરોડા રહે છે પણ હાલ આ સોસીયલ મિડિયા નિ મદદ થી ખુબ જ સરળતા થી વાત થય શકે માટે.તેની પ્રેરણા થી આ દાલ બાટી બનાવી.ખુબ જ મસ્ત બની છે.અને આ સિવાય પણ મે બહુ બધી રસોઇ મારા દીદિ પાસેથી શીખી છે.મારા માટે તે હમેશા પ્રેરણાત્મક છે અને રહશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
3 સર્વિંગ્સ
  1. 👉બાટી બનાવા માટે
  2. 300 ગ્રામઘઊ નો કર કરો લોટ
  3. 1 વાટકીઘી મોણ માટે
  4. સ્વાદ મુજબ મીઠુ
  5. ચપટીઅજમો
  6. 1/4સાજી ના ફુલ
  7. 1 કપમિડિયમ હુફાળુ પાણી
  8. 1/4 ચમચીહળદર
  9. 1/2 વાટકીઘી બાટી બેક કરવા માટે
  10. 👉દાલ બનાવા માટે
  11. 1 નાની વાટકીતુવેર દાલ
  12. 1 નાની વાટકીચણા દાલ
  13. 1 નાની વાટકીમગ નિ મોગર દાલ
  14. 1 નાની વાટકીઅડદ દાલ ફોતરા વગર ની
  15. સ્વાદ મુજબ મીઠુ
  16. 1/2 ચમચીહળદર
  17. 2 ચમચીમરચા પાઉડર
  18. 1 ચમચીઘી
  19. 1 ચમચીતેલ
  20. ચપટીહિંગ
  21. ચપટીરાઈ
  22. ચપટીજીરૂ
  23. 1તજ પત્ર
  24. 2સુકા લાલ મરચા
  25. 2લવિંગ
  26. 3મરી આખા
  27. 1તજ
  28. 5-8દાણા સુકી મેથી
  29. ચપટીગરમ મસાલો
  30. 1કાન્દા સમારેલા
  31. 2ટામેટા
  32. 1કાન્દા સમારેલા
  33. 1 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  34. 5-7મીઠા લીમડા ના પાન
  35. 1લીંબુ નો રસ
  36. કોથમીર
  37. રાયતા મરચા.અને ઘી સર્વિંગ માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    ઘઊ ના લોટને ચાળીને તેમાં અજમો મિઠુ હળદર સા જી ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    ઘી ને ગરમ કરી મોણ ઉમેરવું.હુંફાળા ગરમ પાણી થી લોટ બાંધવો.બહુ કડક પં નહિ અને બહુ ઢીલો પં નહિ એવો રાખવો.30 મિનિટ પછી તેમાથી બાટી બનાવવી.

  3. 3

    મે ઓટીજી મા બનાવી છે.10 મિનિટ પ્રી હિટ કરી 180° પર 10 મિનિટ બેક કરવી.ફરિ બાટી નિ સાઈડ બદલી તેને ઘી થી ગ્રીસ કરી ફરિ 180°પર ફરિ 10 મિનિટ બેક કરવી.રેડિ છે ખુબ જ ટેસ્ટી બાટી.

  4. 4

    બધી દાલ ને 4 થી 5 વાર ધોઇ ને 20 થી 30 મિનિટ પલાળીને કુકર મા ચપટી હળદર,હિંગ, 1 ટામેટૂ,1 લીલું મરચુ એડ કરી બાફવિ.

  5. 5

    ત્યાર બાદ ઘી અને તેલ બંને ગરમ મુકી રાઈ,જીરૂ,હિંગ થી વઘાર કરી તેમા કાન્દા,ટામેટા,આદુ મરચા લસણની પેસ્ટ,તજ પત્ર,સુકા લાલ મરચું,મરી,લવિંગ,તજ,સુકી મેથી એડ કરી વઘાર કરવો.તેમા બાફેલિ દાલ એડ કરવી.ગરમ મસાલો,હળદર,મરચા પાઉડર,મીઠુ એડ કરી ઉકાળવું.રેડિ છે મસ્ત ચટ પટી દાલ.

  6. 6

    બાટી ને ગરમ ગરમ દાલ,રાયતા મરચા,ઘી,છાસ,કાન્દા સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes