રવાનો શીરો (Semolina Sheero Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#ફટાફટ
#સુપરશેફ
#ગુરૂવાર
#CookpadIndia

આમ તો આ શીરો ભગવાન શ્રી સત્યનારાયણ જી ની કથામા બનાવાય છે.પરંતુ ઘણી વાર કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો ઘરમાં જ મળી આવતી સામગ્રી થી જલ્દી થી બની જાય છે.મહેમાન આવ્યા હોય અને રસોઈ સાથે ગળી ડીશ મા પણ રવા નો શીરો બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 વ્યક્તિ
  1. 1 કપરવો
  2. 1 કપઘી
  3. 1 કપખાંડ
  4. 3 કપદૂધ
  5. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  6. 10-12 નંગબદામ ના ટૂકડા
  7. જરૂર મુજબબદામ-પિસ્તાના ટૂકડા (ગાર્નિશ કરવાં માટે)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેનમાં ઘી ગરમ કરો.હવે તેમાં ધીરે ધીરે રવો ઉમેરો.10 થી 15 મિનિટ ધીમાં તાપે રવો શેકો.રવો સહેજ ગુલાબી થશે અને સરસ સુગંધ આવશે.

  2. 2

    હવે ખાંડ ઉમેરો.બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે થોડું થોડું દુધ ઉમેરી બરાબર મિક્સ કરી લો.મિશ્રણ ને ઉભરો આવે પછી મિશ્રણમાં બદામ ના ટૂકડા અને ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી સ્લો ગેસ કરી ઢાંકી દો.5 થી 7 મિનિટ મા શીરો પેન થી છુટો થવા લાગશે.ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો.

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ રવા નો શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes