શીરો (Sheero Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#સુપરશેફ૨
#વિક૨
#ફ્લોરસ/લોટ
#માઇઇબુક
ઘર માં સત્યનારાયણની કથામાં આ શીરો બને છે એનો સ્વાદ કંઇક વિશેષ જ હોય છે. આપણે બધા પણ એવું જ માનીએ કે આ દિવસે જે શિરા નો સ્વાદ આવે છે એવો પછી નથી આવતો..પણ ચોક્કસ માપ થી એકલા દૂધ માં જ બનાવશું તો એવો જ સ્વાદ તમે કાયમ માણી શકશો.

શીરો (Sheero Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપરશેફ૨
#વિક૨
#ફ્લોરસ/લોટ
#માઇઇબુક
ઘર માં સત્યનારાયણની કથામાં આ શીરો બને છે એનો સ્વાદ કંઇક વિશેષ જ હોય છે. આપણે બધા પણ એવું જ માનીએ કે આ દિવસે જે શિરા નો સ્વાદ આવે છે એવો પછી નથી આવતો..પણ ચોક્કસ માપ થી એકલા દૂધ માં જ બનાવશું તો એવો જ સ્વાદ તમે કાયમ માણી શકશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિની
  1. ૧ વાડકીઝીણો રવો લગભગ ૧૨૫gથી ૧૫૦g
  2. એટલી જ ખાંડ( સ્વાદાનુસાર
  3. રવા જેટલું જ ઘી
  4. ૫૦૦ml ફૂલ ફેટ દૂધ ( એના થી જરા પણ ઓછું નહી
  5. ટે. કીસમીસ
  6. ટે. કાજુ બદામ કાપેલા
  7. ૧ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિની
  1. 1

    એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી ગરમ થાય એટલે રવો નાખી ધીમા તાપે શેકવો. સતત હલાવતાં રહેવું.સૂકી દ્રાક્ષ નાંખી દેવી.કલર બદલવો નહિ.

  2. 2

    રવો થોડો ફૂલી જાય ઘી થોડું બહાર દેખાઈ અને સુગંધ આવે એટલે થોડું હુંફાળુ કરેલ દૂધ ધીમે ધીમે નાખતાં જવું. સતત હલાવતાં રહેવું.દૂધ નખાઈ જાય એટલે એની ઉપર માપ ની ખાંડ ફેલાવી દેવી. વાસણ પર ઢાંકણ ઢાંકી દેવું.એકદમ ધીમા તાપે ૫ મિની ઢાંકેલું રાખવું.એવું લાગે તો નીચે તવી મૂકી દેવી. ચોંટી ન જાય એ ખાસ જવું. રવો સરસ ફૂલી જશે. પછી ખોલી કાઢી બરાબર હલાવી લેવું. ઘી ફરતે થોડું દેખાવા માંડે અને પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દેવો. ઇલાયચી પાઉડર અને કાજુ બદામ કાપેલા નાખી દેવા. આ શીરો ગરમ અને ઠંડો બેવ ખાવા ની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes