ચોકલેટ કેક(Chocolate Cake Recipe in Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

મિત્રો આજે આપણે કુકર માં કેક બનાવતા શિખીશું.આ કેક સસ્તી અને સારી બને છે. અહી આપણે બોર્ન વીટા બિસ્કિટ ની કેક બનાવીશું. આ કેક બહારની કેક જેવીજ સ્પંજી બને છે.તો ચાલો જાણીએ કેક બનવાની રીત

ચોકલેટ કેક(Chocolate Cake Recipe in Gujarati)

મિત્રો આજે આપણે કુકર માં કેક બનાવતા શિખીશું.આ કેક સસ્તી અને સારી બને છે. અહી આપણે બોર્ન વીટા બિસ્કિટ ની કેક બનાવીશું. આ કેક બહારની કેક જેવીજ સ્પંજી બને છે.તો ચાલો જાણીએ કેક બનવાની રીત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 4 વ્યક્તિ માટ
  1. 50 નંગબોર્ન વીટા બિસ્કીટ
  2. ૧ ચમચીચોકલૅટ એસેન્સ
  3. ૧ કપદૂધ
  4. 4 ચમચીદળેલી ખાંડ
  5. 1 નાની ચમચીખાવાના સોડા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બિસ્કિટ ને મીક્ષરમાં ક્રશ કરી લો. એકદમ ઝીણો ભૂકો કરવો. હવે બિસ્કિટ નો ભૂકો કર્યા બાદ. તેને એક વાસણ માં કાઢી લેવો. હવે તેમાં જરૂરયાત મુજબ ખાંડ ઉમેરવી. પછી તેમાં ચોકલૅટ એસેન્સ નાખવું. ત્યારબાદ બધાને હલાવી ને સારી રીતે મિક્ષ કરવું. પછી તેમાં દૂધ નાખવું.માપસર જાડું રાખવું બહુ પાતળું કરવું નહીં. પછી તેને ફેટવું સારી રીતે એકરસ થઈ ગયા પછી તેમાં સોડા નાખો. સોડા નાખવાથી બેટર એકદમ ફૂલી જશે.

  2. 2

    હવે તૈયાર થયેલા આ બેટર ને એક વાસણ માં નાખવું. બેટર નાખતા પહેલા વાસણ માં ઘી લગાડવું જેથી વાસણ માથી સરળતાથી કેક નીકળી જાય. કુકર ની અંદર આવી જાઈ તેવું વાસણ લેવું. હવે આના પર થોડો મેંદો નાખી બરાબર ડસ્ટ કરવુ

  3. 3

    કુકર માં નમક નાખી ગેસ પર ગરમ કરવા મૂકવું. નીચે કાઠો મૂકવો તેના પર કેક વાળું વાસણ મૂકવું. હવે કુકરનું ઢાકણ બંધ કરવું. અને કૂકરની સીટી કાઢી નાખવી. હવે તેને 30 થી 35 મિનિટ સુધી ધીમા ગેસ પર રાખવું. 30 મિનિટ પછી ચેક કરી લેવું. ચેક કરવા માટે ચપ્પુ ને કેકમાં નાખીને બહાર કાઢો જો ચપ્પુ ને કેક ના ચોટે તો કેક રેડી છે.

  4. 4

    હવે કેક ને કુકર માંથી બહાર કાઢી લેવી. અને પછી તેને કિનારીથી છુટ્ટી પાડવી પછી તેને એક ડિશ માં ઊંધું રાખવું જેથી કેક આરામથી નીકળી જશે. આ કેક ટેસ્ટ મા ખુબ જ ફાઇન લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes