રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)

Loriya's Kitchen
Loriya's Kitchen @cook_26126837

રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.

#Week1
#GA4
#yogurt
#uttapam

રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.

#Week1
#GA4
#yogurt
#uttapam

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ થી ૩
  1. ૧ કપરવો/સૂજી
  2. ૧/૨ કપદહીં
  3. ૧/૨ કપપાણી
  4. ૧/૩ કપઝીણા સમારેલા ટામેટા
  5. ૧/૩ કપઝીણી સમારેલી ડુંગળી
  6. ૧/૩ કપઝીણું સમારેલુ કેપ્સિમ
  7. ૧/૩ કપખમણેલું ગાજર
  8. ૨ થી ૩ નંગ ઝીણા સમારેલા લીલા મરચા
  9. ૧/૨ ચમચીઆદું ની પેસ્ટ
  10. સ્વાદાનુસારમીઠું
  11. જરૂર મુજબતેલ
  12. જરૂર મુજબસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌથી પહેલા એક મોટા બાઉલમાં ૧ કપ રવો/સૂજી લો. તેમાં ૧/૨ કપ દહીં અને સ્વાદાનુસાર મીઠું નાખી સારી રીતે મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં થોડું થોડું કરીને ૧/૨ કપ પાણી ઉમેરતા જાવ. ખીરું તૈયાર છે. ખીરાં ને ૨૦ મિનીટ સુધી ઢાંકી ને લંચ દો.

  3. 3

    ૨૦ મિનીટ પછી આ મિશ્રણ માં ૧/૩ કપ ઝીણી સમારેલી ડુંગળી,૧/૩ કપ ઝીણા સમારેલા ટામેટા, ૧/૩ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ,૧/૩ કપ ખમણેલું ગાજર, ૨ થી ૩ ઝીણા સમારેલા મરચા, ૧/૨ ચમચી આદુ ની પેસ્ટ અને થોડી કોથમીર નાખી ને સરસ મિક્સ કરી લો.

  4. 4

    જો બધાં શાકભાજી અંદર ન નાખવા હોય તો શાકભાજી નું મિશ્રણ અલગ બનાવી શકાય. પછી આ મિશ્રણ ખીરા ના ઉત્તપમ ઉપર અલગ થી મૂકી દો. પરંતુ બાળકો આમાંથી શાકભાજી કાઢી નાખતા હોય છે.

  5. 5

    હવે નોનસ્ટિક તાવી ને ગરમ કરો. તાવી ગરમ થાય એટલે આ મિશ્રણ માંથી નાના ઉત્તપમ પાડી લો.

  6. 6

    તેની આસપાસ થોડું તેલ નાખો અને શેકાવા દો.

  7. 7

    એક બાજુ શેકાય જાય એટલે ફેરવી નાખો અને બીજી બાજુ શેકી લો.

  8. 8

    બંને બાજુ સરસ રીતે ગોલ્ડન શેકાય જાય એટલે ગરમાંગરમ નાળિયેર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Loriya's Kitchen
Loriya's Kitchen @cook_26126837
પર

Similar Recipes