મસાલા લચ્છા પરાઠા સાથે ટેન્ગી આચારી આલુ(Masala Laccha Paratha With Achari Aloo Recipe In Gujarati)

Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપઘઉંનો લોટ
  2. જરૂર મુજબદૂધ
  3. 3 નંગ બાફેલા બટાકા મિડિયમ સાઈઝ
  4. 1 નંગ નાની ડુંગળી ઝીણી સમારેલી
  5. 2 ચમચીઅથાણાં નો મસાલો
  6. 2 ચમચીમરચા ભુકી
  7. 2 ચમચીજીરું પાઉડર
  8. 2 ચમચીધાણા પાઉડર
  9. 1 ચમચીહિંગ
  10. સ્વાદ મુજબમીઠું
  11. 2 ચમચીકેચપ
  12. જરૂર મુજબતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણ માં ઘઉંનો લોટ લો.તેમાં મોણ નાખો. જરૂર મુજબ દૂધ ઉમેરીને લોટ બાંધી લો. લોટ ને 30 મિનિટ સુધી ઢાંકીને રાખો.

  2. 2

    તેમાં થી નાના ગુલ્લા કરી લો.

  3. 3

    એક વાટકી માં મરચા ની ભૂકી, હિંગ,જીરું પાઉડર, ધાણા પાઉડર અને જરૂર મુજબ મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

  4. 4

    એક ગુલ્લો લઇ તેનો પરોઠો વાણી લો.તેમાં તેલ લગાવી મસાલો છાંટી રોલ વાળી ને વણીલો.રોલ વાળી ને ના ફાવે તો પરોઠા ને વણી તેમાં તેલ અને મસાલો છાંટી કાપા કારી એક રોલ વાળી બીજા કાપા પર મૂકી રોલ વાળી ને વળી લો.

  5. 5

    તેને ધીમી આંચ પર શેકી લો.

  6. 6

    એક વાસણ માં તેલ લો. તેલ ગરમ થાય એટલે જીરું પાઉડર નાખો.હિંગ ઉમેરો. ડુંગળી ઉમેરો તેને સાંતળો. તેમાં આચાર મસાલો ઉમેરો.કેચપ ઉમેરો. છેલ્લે બાફેલા બટેકા ઉમેરી મિક્સ કરી લો.

  7. 7

    તૈયાર છે આપણા મસાલા લચ્છા પરાઠા સાથે ટેન્ગી આચારી આલુ.ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes