મસાલા ચીઝી ઢોંસા

megha sheth
megha sheth @Cooking_withmegha
ઝાલોદ

#GA4
#Week3
#dosa

મિત્રો ઢોંસા એક એવી વાનગી છે ને ઘરે દરેક ને ભાવશે.મારા ઘરે તો બધા ને ખૂબ ભાવે છે.અને મને તો બહુજ ભાવે છે. મારી રેસીપી તમને ગમે તો તમારા ઘરે જરૂર થી બનાવજો.

મસાલા ચીઝી ઢોંસા

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week3
#dosa

મિત્રો ઢોંસા એક એવી વાનગી છે ને ઘરે દરેક ને ભાવશે.મારા ઘરે તો બધા ને ખૂબ ભાવે છે.અને મને તો બહુજ ભાવે છે. મારી રેસીપી તમને ગમે તો તમારા ઘરે જરૂર થી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minites
3 સર્વિંગ્સ
  1. 1 કપઅડદની દાળ
  2. 3 કપચોખા
  3. 2-3 નંગબાફેલા બટાકા
  4. 1/3 કપસમારેલું કેપ્સીકમ
  5. 1/3 કપસમારેલી કોબીજ
  6. 1/3 કપસમારેલું ગાજર
  7. 1ચિઝ ક્યૂબ
  8. પિઝા સોસ
  9. પિઝા સીઝલીગ
  10. સર્વ કરવા માટે
  11. સંભાર

રાંધવાની સૂચનાઓ

15 minites
  1. 1

    સૌ પ્રથમ આપણે અડદની દાળ અને ચોખા ને 5 થી 6 કલાક પલાળી રાખો ત્યાર બાદ તેને એક દમ લીસુ પીસી લો.આપણે જ્યારે દાળ અને ચોખા પીસિયે ત્યારે તેનામાં દહીં ઉમેરી દઈશું.ત્યાર બાદ તેને 3 થી 5 કલાક આથો આવવા માટે મૂકી દો.

  2. 2

    ત્યાર બાદ આપણે મસાલો તૈયાર કરી લઈશું.એક પેનમાં આપણે થોડું તેલ મૂકી લઈશું.ત્યાર બાદ તેનામાં આપણે કેપ્સિકમ, ગાજર, અને કોબીજ બરાબર સતલી લઈશું.ત્યાર બાદ આપણે તેનામાં મસાલા ઉમેરી લઈશું.સ્વાદ મુજબ મીઠું, મરચું, ગરમ મસાલો ત્યાર બાદ આપણે તને બરાબર મિક્ષ કરી લઈશું.ત્યાર બાદ આપણે બાફી ને મેસ કરેલા બટાકા ઉમેરી લઈશું અને બરાબર મિક્ષ કરી લઈશું.

  3. 3

    હવે આપણે ઢોંસા બનાવીશું.આપણે જે ખીરું તૈયાર કર્યું હતું એને પણ આથો સરસ આવી ગયો છે.

  4. 4

    આપણે હવે ઢોંસા ના તવા ને ગરમ થવા મૂકીશું.તવો ગરમ થઇ જાય તો તેના પર થોડું તેલ અને પાણી મિક્ષ કરી ને છાંટી લઈશું.(તેલ અને પાણી મિક્ષ કરી છાંટવા થી ઢોંસા ચોંટે નહિ).હવે આપણે ઢોંસા પાડીશું.ત્યાર બાદ તેના પર થોડું તેલ લગાવીશું.તેલ લગાવી 1મિનિટ બાદ તેના પર આપણે પિઝા સોસ લગાવીશું.ત્યાર બાદ તેના પર આપણે ચિઝ ઝીણી લઈશું.

  5. 5

    ત્યાર બાદ આપણે તૈયાર કરેલો મસાલો લગાવી લઈશું.ત્યાર બાદ આપણે તેના પર ચિઝ સ્પેડ કરી લઈશું અને થોડું ઉપર થી પિઝા સિસ્લિંગ ઉમેરી લઈશું.અને તેને બે મિનિટ કુક થવા દઈશું.

  6. 6

    તો તૈયાર છે આપણા ચીઝી મસાલા ઢોંસા.આપણે તેને સંભાર જોડે સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha sheth
megha sheth @Cooking_withmegha
પર
ઝાલોદ
મારુ નામ મેઘા છે.હુ એક વૈષ્ણવ છું. મને ગર્વ છે કે મને વૈષ્ણવ ના ત્યા જન્મ મલિયો છે. મને વાંચવુ સારૂ લાગે છે. વાંચવા સાથે નવુ નવુ જાણવુ પણ બહુંજ ગમે છે.મને નવી નવી વસતુ બનાવી પણ ગમે છે. આ એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણી વાનગીઓ ને રજુ કરી શકીએ છીએ.મને cooking નો બહુ જ શોક છે.મને નવી નવી વાનગી બનાવી ને મારા ફેમીલી મૅમ્બર ને જમાડવા માં ખૂબ જ ગમે છે.. આમ તો મને ક્રિએટિવિટી નો પણ ખૂબ શોક છે.મેં કોમ્પ્યુટર એન્જીનીયર છું.. હાલ એક શિક્ષક તરીકે જોબ કરું છુ. I Love Cooking..
વધુ વાંચો

Similar Recipes