સુખડી (Sukhdi Recipe in Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#trend4 #Week4
ઝડપથી થઈ જતી અને નાના મોટા સૌને ભાવતી મીઠાઈ એટલે સુખડી... વર્ષો થી એક જ રીતે બનાવાતી અને ગોળ નો જ ઉપયોગ કરીને બનાવાય છે.. કોઈ વેરીએશન ના આવે. હવે ના સમયમાં નાના બાળકો માટે ચોકલેટ નો ઉપયોગ ગોળ સાથે નાખીને બનાવવામાં આવે. ગોળથી બનાવવામાં આવે એટલે સ્વાસ્થ્ય ને પણ અનુકૂળ આવે. સુખડી ગરમ ગરમ અને ઠંડી પણ સરસ લાગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 3/4 કપઘી
  3. 1 કપદેશી ગોળ ઝીણો સમારેલો (ગળ્યું જોઈએ તે મુજબ)
  4. જરૂર મુજબ કાજુ બદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો. ગોળ ને ઝીણો સમારી લો.

  2. 2

    હવે ગેસ ચાલુ કરી એક પૅન માં ઘી ગરમ કરી તેમાં લોટ ઉમેરીને બરાબર હલાવતા રહો. લોટ શેકાઈ જાય બદામી કલર નો થાય એટલે ગેસ બંધ કરી લો. અને લોટ ને હલાવતા રહો. મિશ્રણ ને થોડું ઠંડુ થવા દો

  3. 3

    હવે તેમાં ગોળ ઉમેરીને બરાબર મીક્સ કરી લો. જરૂર લાગે તો થોડું ઘી ઉપરથી ઉમેરી ને મીક્સ કરો. એક પ્લેટ ને ઘી લગાવીને ગ્રીસ કરી લો. હવે સુખડી ના મિશ્રણ ને તેમાં નાખીને એકસરખું પાથરી લો.

  4. 4

    થોડું ઠંડુ થાય એટલે કાપા પાડી લો. થોડી કાજુ બદામ ની કતરણ ભભરાવી ને હાથેથી દબાવી લો.તૈયાર છે.. ગરમ ગરમ સુખડી... સુખડી ગરમ અને ઠંડી બંને ભાવે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes