નારિયેળ ના ઘુઘરા (Nariyal na Ghughra recipe in Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai
શેર કરો

ઘટકો

45.મિનિટ
10 ઘુઘરા
  1. 1કપ મેંદો
  2. 2ટેબલ સ્પૂન હુંફાળું ઘી
  3. 1/4ટી સ્પૂન મીઠું
  4. તળવા માટે તેલ
  5. Stuffing :
  6. 1cup ખમણેલું નારિયેળ
  7. 1/3કપ સાકર
  8. 1/2ટી સ્પૂન એલચી
  9. 1/2ટી સ્પૂન જાયફળ
  10. 6-7તાર કેસર

રાંધવાની સૂચનાઓ

45.મિનિટ
  1. 1

    એક કડાઈમાં સાકર અને ખમણેલું નાળિયેર મિક્સ કરી, ધીમા તાપે, સાકર ઓગળે ત્યાં સુધી સાંતળો.

  2. 2

    મિશ્રણ ગોળી વળે એવું થાય ત્યારે કેસર, એલચી, જાયફળ ઉમેરી બરાબર મિકસ કરી ગેસ બંધ કરી ઠંડુ થવા દો.

  3. 3

    એક બાઉલ માં મેંદો, ઘી અને મીઠું લઈ બરાબર મિક્સ કરી લો. હવે પાણી થી મુલાયમ લોટ બાંધી લો.

  4. 4

    10 લુવા પાડી પૂરી વણી લો. હવે પૂરી ની વચમાં સ્ટફિંગ મૂકી બંને સાઈડ ચોંટાડી કિનારી વાળી લો.

  5. 5

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ગરમ તેલ મા ધીમા તાપે બદામી રંગના ઘુઘરા તળી લો.

  6. 6

    ઘુઘરા સર્વ કરવા માટે તૈયાર છે. ઠંડા થાય પછી એક એર ટાઈટ કન્ટેનર માં 4-5 દિવસ રાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes