કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#CookpadTurns4
#CookwithDryfruits
#cookpadindia
#dryfruitshake

મારી પસંદગી નો હેલ્ધી,ખાંડ વગર પણ બનતો અને ખૂબ જ ટેસ્ટી મિલ્કશેક છે.....ખજૂર,અંજીર હોવાથી નેચરલ સ્વીટનેસ ઉમેરાય છે. ક્યારેક ડીનર સ્કીપ કરીને પણ લઇ શકાય છે.

મારા સનને પસંદ આવે એ માટે ચોકલેટ સોસ અને સ્ટીક્સ લીધા છે..જે ટોટલી ઓપ્શનલ છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
2 વ્યક્તિ
  1. 5-6ખજૂર
  2. 4-5અંજીર
  3. ૨ ગ્લાસદૂધ
  4. ૪ ટેબલ સ્પૂનકાજુનો પાઉડર
  5. ૧ ટેબલ સ્પૂનખાંડ (જરુર લાગે તો)
  6. સજાવવા માટે,
  7. અંજીર
  8. 2ચોકલેટ સ્ટીક્સ
  9. થોડાક કલરફૂલ સ્પ્રીન્કલર્સ
  10. ૨ ટેબલ સ્પૂનચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    1/2 ગ્લાસ હૂંફાળા દૂધમાં ખજૂર, અંજીર ધોઇને, ટુકડા કરી પલાળી દો. તેને 5-6 કલાક માટે ફ્રીઝમાં એમ જ રાખો.

  2. 2

    હવે તેને બહાર કાઢી બાકીનું ઠંડું દૂધ,કાજુનો પાઉડર, ખાંડ ઉમેરી બ્લેન્ડરથી બરાબર ચર્ન કરી લો.

  3. 3

    હવે એકદમ ઠંડો કરી સર્વ કરો. ગ્લાસમાં ચોકલેટ સોસ સ્પ્રેડ કરી શેક ભરો. ઉપરથી સ્પીન્કલર્સ,અંજીર અને ચોકલેટ સ્ટીક્સ મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes