કાજુ અંજીર રોલ (Kaju Anjeer Roll Recipe In Gujarati)

કાજુ અંજીર રોલ (Kaju Anjeer Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અંજીરને ત્રણ કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી દેવા
- 2
ત્યારબાદ અંજીરને ગ્રાઈન્ડરમાં પીસી લેવા
- 3
કાજુના ભૂકામાં એક ચમચી મિલ્ક પાઉડર ઉમેરી મિક્ષ કરી લેવું
- 4
ખાંડમાં ડૂબે તેટલું પાણી નાખી એક તારની ચાસણી કરવી ત્યારબાદ તેમાં કાજુનો ભૂકો નાખી ત્રણથી ચાર મિનિટ માટે હલાવો થોડું ઠંડું થવા દેવું
- 5
એક નોન સ્ટિક પેનમાં એક ચમચી ઘી મૂકી તેમાં પીસેલા અંજીર ને ગરમ કરવા. એક ચમચી મિલ્ક પાઉડર ઉમેરી હલાવો. પાંચ થી સાત મિનિટ માટે હલાવો. કલર ચેન્જ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો... થોડું ઠંડુ થઈ જાય એટલે એમાંથી એક લાંબો રોલ બનાવી લેવા
- 6
કાજુ વાળા મિશ્રણને પ્લાસ્ટિકની સીટ ઉપર રોટલો વણી લેવો
- 7
હવે કાજુના વણેલા રોટલા ઉપર રોલ મૂકી રોલને કાજુના લેયર થી કવર કરી દેવો એલ્યુમિનિયમ ફોઈલમાં રોલને વીટાડી બે કલાક માટે ફ્રીઝમાં રાખી દેવું
- 8
ત્યાર પછી મોટા રોલમાંથી નાના નાના રોલ ના પીસ કરી સર્વ કરવા કાજુ અંજીર રોલ તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ પિસ્તા ડિલાઇટ (Kaju Pista Delight Recipe In Gujarati)
#કૂકબુક #પોસ્ટ૩આ મીઠાઈ માં મેં કોઈ ફૂડ કલર એડ કર્યો નથી પીસ્તાની જગ્યાએ પીસતી યુઝ કરી છે જે નેચરલ ડાર્ક ગ્રીન કલર આપે છે Dr Chhaya Takvani -
-
-
કાજુ અંજીર મિલ્કશેક (Sugerfree Cashew Anjeer Milkshake Recipe In Gujarati)
#GA4 #Week5આજે મેં નેચરલ સ્વીટ એટલે કે અંજીર અને મધનો ઉપયોગ કરીને ખાંડ-ફ્રી મીલ્ક શેક બનાવ્યું છે Bansi Kotecha -
ખજૂર અંજીર રોલ
#હેલ્થી ખજૂર રોલ ખાવાથી આયર્ન મળે. આયર્ન સરીર માટે જરૂરી છે. બનાવવા માં પણ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
કાજુ અંજીર સનફલાવર
#મીઠાઈ# આ મિઠાઈમાં અ઼ંજીર અને કાજુનો ઉપયોગ કર્યો છે.જેને સૂરજમુખી ફૂલનો આકાર આપ્યો છે.જે જોવામાં ખૂબ આર્કષિત લાગે છે. Harsha Israni -
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ખજૂર અંજીર રોલ આ મીઠાઈમાં પણ ખજૂર અને અંજીરની નેચરલ શુગરમાં જ બને છે એટલે હેલ્થી પણ છે. આ મીઠાઈ નાના મોટા બધા ને ભાવે તેવી છે. Sonal Modha -
-
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#GA4 #Week4#Post 4આ શેક ખૂબ જ હેલ્ધી છે અને હવે તો નવરાત્રીના ઉપવાસ ચાલુ થશે તો આ શેક જો તમે સવારે પી લો તો આખો દિવસ તમને ભૂખ લાગતી નથી . Manisha Parmar -
-
કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
#CookpadTurns4#CookwithDryfruits#cookpadindia#dryfruitshakeમારી પસંદગી નો હેલ્ધી,ખાંડ વગર પણ બનતો અને ખૂબ જ ટેસ્ટી મિલ્કશેક છે.....ખજૂર,અંજીર હોવાથી નેચરલ સ્વીટનેસ ઉમેરાય છે. ક્યારેક ડીનર સ્કીપ કરીને પણ લઇ શકાય છે.મારા સનને પસંદ આવે એ માટે ચોકલેટ સોસ અને સ્ટીક્સ લીધા છે..જે ટોટલી ઓપ્શનલ છે... Palak Sheth -
-
-
કાજુ અંજીર મિલ્ક શેક (Kaju Anjeer Milk Shake Recipe In Gujarati)
કેમ છો બધા? કાલથી નવરાત્રી ચાલુ થવાની.આમ જોયે તો આજની આ મહામારી ના વાતાવરણ માં ઉપવાસ કરવાની ડોકટરો ના જ કહેતા હોય છે.પણ ગુજરાત ની પરંપરા મુજબ જે લોકો કાયમ નવરાત્રી કરે છે તે તો કરવા ના જ .પણ હા ઉપવાસ માં લઈ શકાય તેવુ એનર્જી થી ભરપૂર હેલ્ધી ડ્રીંક આપના માટે. #GA4#Week5 Jayshree Chotalia -
-
શાહી કાજુ અંજીર સ્મુધી (Shahi Kaju Anjeer Smoothie Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
કાજુ અંજીર મિલ્ક શેક (Kaju Anjeer Milkshake Recipe In Gujarati)
#GA4#Week8#milk#kajuanjeer_milkshakeમારા ઘરના બધાને ડ્રાયફ્રુટ ના મિલ્કશેક વધારે ભાવે છે ફ્રૂટ્સનાં મિલ્કશેક ને બદલે..આ શેક તમને પણ ભાવશે..તમે પણ બનાવજો. Archana Thakkar -
કાજુ અંજીર રોલ
#મીઠાઈ#Goldenapron#post-12#india#Post-8રક્ષાબંધન હોય કે ઈદ હોય કે દિવાળી હોય આ મીઠાઈ બધાને ખૂબ જ ભાવતી હોય છે બજારમાં આનો જે ભાવ છે એના કરતાં ઘણા ઓછા ભાવમાં એને ઘરે બનાવી શકીએ છીએ Bhumi Premlani -
કાજુ-અંજીર થિક મિલ્ક શેક (Kaju Anjeer Thick Milk Shake Recipe In Gujarati)
ઉપવાસ માં સાંજે ૧ ગ્લાસ પી લેવાથી ફુલ અપ થઈ જવાય છે.. સવારે પી લો તો મોડે સુધી ભૂખ નહિ લાગે. ચૈત્ર નવરાત્રિમાં અલૂણા (મીઠા વિનાનાં ઉપવાસ) માં ખૂબ સારો વિકલ્પ છે તો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
ઠંડી ની સિઝનમાં ઝટપટ બનતા,,પૌષ્ટિક, ગોળ કે ખાંડ ના ઉપયોગ વગર પણ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ખજુર અંજીર ડ્રાય ફ્રૂટ રોલ (Khajur Anjeer Dry Fruit Roll Recipe In Gujarati)
આ વાનગી શિયાળા માટે ની હેલ્ધી રેસીપી છે અને ખાસ ખાંડ ફ્રી છે તેથી ડાયાબિીસવાળા પણ ખાઈ શકે છે અમારી પ્રિય વાનગી છે Hema Joshipura -
અંજીર રોલ(Anjir roll in Gujarati)
#વિકમીલ -2#સ્વીટઅંજીર આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે એમાંથી ભરપૂર પ્રમાણ માં ઓમેગા 3 ane વિટામિન્સ મળે છે અને ખુબજ હેલ્ધી છે .. Kalpana Parmar -
અંજીર કલાકંદ (Anjeer Kalakand Recipe In Gujarati)
અંજીર કલાકંદઆજે mother's day special delicacyઆ delicacy ખૂબ ખૂબ ભાવતી છે.આ કરવા માટે કોઈ વાર ટેવહાર ની જુરુર નાઈ. ઘરમાં બધાને ગમે છે.ચાલો આજે અંજીર કલાકંદ બનાવીયે Deepa Patel -
આદુ કાજુ કતરી
#સુપરશેફ3#ઉપવાસમોનસુન સિઝન માં વાતાવરણ થોડું ઠંડક વાળુ અને ક્યારેક ગરમી વાળુ રહેતું હોવાથી મિશ્ર વાતાવરણ હોય છે આ સિઝનમાં લોકોને કફનું પ્રમાણે શરીરમાં વધે છે જેથી શરદી ઉધરસ રહે છે તો તેની સામે રક્ષણ માટે આદુ શરીર માટે ખૂબ જ સારું છે તો તેના માટે આજે મેં એક કતરી બનાવી છે એ ફરાળી પણ છે અને મોનસુન સ્પેશિયલ પણ છેમારા બાળકો આદુ નથી ખાતા તેને કાજુ કતરી બહુ પ્રિય છે તો મેં આ રેસિપીમાં થોડું દૂધ અને આદુ તેમજ કાજુ મિક્સ કરી કતરી તૈયાર કરી છે દૂધ ની અંદર આદુ નાખી ઉકાળવા થી તેમાં આદું એકદમ મિક્સ થઈ જાય છે અને દૂધને હિસાબે ટેસ્ટ પણ ખૂબ ક્રીમી આવે છે જેથી બાળકોને ખ્યાલ પણ નથી આવતું આદુની સાથે કાજુનો ભૂકો નાખવાથી ટેસ્ટ ખુબ સરસ આવે છે જેથી બાળકો આ કતરી હોંશે હોંશે ખાય છે આમાં તમે આદુનો પ્રમાણ થોડું વધારે નાખી શકો છો parita ganatra -
-
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#ff1#post2ઘરે મેહમાન આવ્યા હોય, ગરમી હોય કે ઉપવાસ હોય બધા ઘરે શેક તો બનાવતા જ હોય છે.કાજુમાં વિટામિન એ, બી, સી, ઇ, કે વગેરે જોવા મળે છે. કાજુમાં વિટામિન ઇ વધારે છે. કાજુમાં ફાઈબર પણ વધુ માત્રામાં જોવા મળે છે. કાજુમાં આયર્ન પણ હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જસત જેવા ખનિજો પણ આ ડ્રાયફ્રૂટમાં જોવા મળે છે.અંજીરમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, કોપર, મેંગેનીઝ અને લોહતત્વ ભરપૂર માત્રામાં રહેલા છે.અંજીર રક્તની શુદ્ધિ કરવામાં ઉપયોગી છે .હાડકાના વિકાસ માટે પણ ઉપયોગી છે કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક છે.આ પૌષ્ટિક અને આર્યન થી ભરપૂર કાજુ અંજીર શેક બહુ જ રોયલ લાગશે અને સ્વાદ માં પણ બહુ જ સરસ લાગશે. Urmi Desai -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
ખજૂર અંજીર રોલ(khajur anjir roll in Gujarati)
બ્લડ ની ઉણપ હોય તેના માટે ખુબ ઉપયોગી, પ્રેગ્નનસી તેમજ બાળકો વડીલો બધા ની હેલ્થ માટે શ્રેષ્ઠ Parita Trivedi Jani -
More Recipes
ટિપ્પણીઓ (4)
હું જરૂર થી બનાવીશ