વઢવાણી લીલા મરચાનું અથાણું (Vadhvani Green Chilli Pickle Recipe

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#GA4
#Week13
#post2
#chilli
#વઢવાણી_લીલા_મરચાનું_અથાણું (Vadhvani Green Chilly Pickle Recipe in Gujarati )

શિયાળા માં આથેલા મરચાં વિનાની થાળી ગુજરાતી માટે અધૂરી જ ગણાય. દરેક ના ઘર માં બનતા કે બહારથી લઈને ખવાતા વઢવાણી મરચાં ની રેસિપી લઈને આવી છું. આ આથેલા લીલાં મરચાં ફ્રીઝ માં 3 થી 4 મહિના સુધી એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી સકાય છે. મરચાં ખાલી સ્વાદ માટે ન ખાતા પણ આપણા શરીર માટે પણ બહુ જ ફાયદાકાક છે. મરચાં માં પણ વિટામિન હોય છે અને તે પાચન માં ખુબ ફાયદો કરે છે. તે દુખાવા માટે પણ લાભદાયક છે. લીલા મરચાં માં વિટામિન સી પણ હોય છે. આ વઢવાણી મરચાં સ્વાદ માં ઉત્તમ અને સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે જો એને માપ માં લેવામાં આવે તો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૬ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ વઢવાણી લીલા મરચાં
  2. ૨ ટેબલ સ્પૂનરાઈના કુરિયા
  3. ૧ ટેબલ સ્પૂનમેથી નાં કુરિયા
  4. ૨ ટેબલ સ્પૂનનમક
  5. ૧/૪ ટી સ્પૂનહિંગ
  6. ૧/૨ ટી સ્પૂનહળદર પાઉડર
  7. ૩ ટેબલ સ્પૂનતેલ
  8. ૧ નંગલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચાં ને તેના ડીંટીયા સહિત જ ધોઈ ને કોરા કરી લો. પછી આ બધા મરચાં માં વચ્ચે થી ઉભો કાપો મૂકી તૈયાર કરી લો.

  2. 2

    હવે રાઈના કુરિયા અને મેથી ના કુરિયા ને મિક્સર જાર માં અધકચરા વાટી લો. જેથી ખાવા ના ટાઈમે કુરિયા નો અતિ ટેસ્ટ ના આવે અને આ કુરિયા મરચાં માં બરાબર મિક્સ થઈ જાય.

  3. 3

    હવે આ અડધા ક્રશ કરેલા રાઈના કુરિયા અને મેથી નાં કુરિયા મરચાં માં ઉમેરો. તે પછી આમાં નમક, હિંગ, હળદર પાઉડર અને તેલ (તેલ ને ધુમાડો નીકળે એટલું ગરમ કરી ને ઠંડુ કરી ને ઉમેરવું) ઉમેરી હાથેથી બરાબર મિક્સ કરી લો. જેથી મરચાં પર બધું બરાબર કોટ થઈ જાય.

  4. 4
  5. 5

    હવે આમાં લીંબુ નો રસ ઉમેરી બરાબર મિકસ કરી લો. હવે આ મરચાં ને ૧૦ થી ૧૨ કલાક બહાર જ ઢાંકી ને રહેવા દો. (આવું કરવાથી મરચાં સોફ્ટ થશે ને બધા મરચાં માં મસાલો બરાબર ચઢી જસે) ત્યાર બાદ તેને આ ૧૨ કલાક ની વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. હવે આ આથેલા મરચાં ને એર ટાઈટ ડબ્બા માં સ્ટોર કરી ફ્રીઝ માં મૂકી દો. આ મરચા બે દિવસ માં એકદમ સોફ્ટ થઈ ને અથાઇ જસે.

  6. 6

    હવે આપણા વઢવાણી લીલા મરચાં નું અથાણું તૈયાર છે સર્વ કરવા માટે. આ મરચાં ના અથાણાં ને તમે કોઈ પણ ડીશ સાથે સર્વ કરી શકો છો.

  7. 7

    નોંધ - 1)આ વઢવાણી લીલા મરચાં ની પસંદગી કૂણાં મરચા હોય એવી જ કરવી જે જરૂરી છે. 2) નમક અતિશય ના ઉમેરવું. જેથી ઇનો સ્વાદ જળવાય રહે. 3) એકલા રાઈના કુરિયા ના ખાતા એની સાથે મેથી નાં કુરિયા ઉમેરવાથી તે વધુ ગુણકારી બની જાય છે. 4) તેલ ગરમ કરી ને ઠંડુ કરેલું તેલ મરચા નો કલર અને ક્રન્ચીનેસ જાળવી રાખે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes