કેરેટ વ્હીટ કેક (No oven Carrot Wheat Cake Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૬ વ્યક્તિ
  1. ૧+૧/૪ કપ ઘઉં નો લોટ
  2. ૧ કપગાજર નું ખમણ
  3. ૧/૨ કપખાંડ
  4. ૧/૪ કપતેલ
  5. ૧/૪ કપદહીં
  6. ૧/૨ કપદૂધ
  7. ૧ ચમચીબેકિંગ પાઉડર
  8. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  9. ૧/૪ ચમચીતજ નો પાઉડર
  10. ૧ ચમચીરોઝ એસન્સ / વેનીલા એસન્સ
  11. મિક્ષ ડ્રાયફ્રુટ
  12. ગાજર નું ખમણ,સ્ટ્રોબેરી,ખાંડ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ કુકર કે કડાઈ માં મીઠું નાખી ૧૦ મિનિટ પ્રિહીટ કરી લઈશું.અને એક તપેલી કે કેક મોડ ને તેલ લગાડી થોડો લોટ નાખી તૈયાર કરી લઈશું.

  2. 2

    હવે આપણે બધી કેરેટ વ્હીટ કેક ની સામગ્રી તૈયાર કરી લઇશું.

  3. 3

    આપણે ૧ બાઉલ માં તેલ, દહીં અને ખાંડ મિક્સ કરી લઈશું.

  4. 4

    ત્યાર બાદ હવે તેમાં ઘઉંનો લોટ,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,તજ નો પાઉડર,રોઝ કે વેનીલા એસન્સ ગાજર નું ખમણ અને દૂધ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું.દૂધ જરૂર મુજબ ઉમેરશુ.

  5. 5

    હવે આપણું કેક નું ખીરું તૈયાર છે તેને કેક મોડ કે તપેલીમાં કાઢી લઈશું.અને ડ્રાયફ્રુટ ઉમેરશું.

  6. 6

    હવે પ્રિહીટ કરેલ કુકર માં મુકીશું.

  7. 7

    ૪૫ મિનિટ ધીમી આંચ પર બનવા માટે રાખીશું. ૪૫ મિનિટ પછી ટૂથપીક થી તપાસ કરીશું જો તેમાં કેક ના લાગે તો આપણી કેક તૈયાર છે.

  8. 8

    હવે આપણી કેક ઠંડી થઇ જાય એટલે તેની ડેકોરેશન કરીશુ.તેના પર એક ગરણી થી ખાંડ નો પાઉડર નાખીશું ત્યાર પછી કેક ની ઉપર ગાજર નું સર્કલ બનાવીશું ને વચ્ચે સ્ટ્રોબેરી મુકીશું.

  9. 9

    તો આપણી કેરેટ વ્હીટ કેક (ગાજર ની ઘઉં ના લોટ ની કેક) તૈયાર છે. અને તે પણ ઓવન વગર.

  10. 10

    નોંધ :- (૧) જ્યારે આપણે કેક માં દુધ ઉમેરશું ત્યારે ધીમે ધીમે ઉમેરવાનું છે. (2) કેક માં તમે રોઝ એસન્સ ની જગ્યાએ વેનીલા એસન્સ વાપરી શકાઈ. (૩)કેક નું ખીરું કેક મોડ કે તપેલી માં નાંખ્યા બાદ ટેપ કરવાનું ના ભૂલશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

Similar Recipes