રેડ વેલ્વેટ કેક(Red Velvet Cake Recipe in Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
  1. ૨ કપઘઉં નો લોટ
  2. ૧/૪ કપતેલ
  3. ૧/૨ કપખાંડ નો પાઉડર
  4. ૧ ચમચીબેકિંગ પાઉડર
  5. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  6. ૧/૨ કપદહીં
  7. ૧ કપદૂધ
  8. ૧ ચમચીવેનીલા એસેન્શ
  9. ડેકોરેશન માટે વ્હાઈટ ચોકલેટ ગાનાચ ૧ બાઉલ
  10. ૧૦ -૧૫ ચેરી
  11. રેડ ફૂડ કલર
  12. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    એક બાઉલ માં તેલ,દહીં અને ખાંડ નો પાઉડર મિક્ષ કરી ૫ મિનિટ માટે વિશ્ક કરો.

  2. 2

    હવે તેમાં વેનીલા એસેંશ અને રેડ ફૂડ કલર ના ૪ થી ૫ ડ્રોપ નાખી બરાબર મિક્ષ કરી લ્યો.

  3. 3

    હવે તેમાં ઘઉં નો લોટ, બેકિંગ પાઉડર, સોડા અને ચપટી મીઠું ચાળી ને નાખો અને સાથે એક કપ દૂધ છે તે થોડું થોડું એડ કરતા જાવ અને બરાબર મિક્ષ કરતા જાવ.

  4. 4

    તૈયાર થઈ ગયેલા બટર ને કેક mould ને તેલ થી બરાબર ગ્રીસ કરી નીચે બટર પેપર રાખી બટર નાખી બરાબર ટેપ કરી લેવું.

  5. 5

    ઓવન ને ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ માટે પ્રિ હિટ કરો અને ત્યાર પછી ૨૫ થી ૩૦ મિનિટ માટે કેક ને ૧૮૦ ડિગ્રી પર બેક કરો.

  6. 6

    કેક સાવ ઠંડી થઇ જાય એટલે એને બે પાર્ટ માં કટ કરી બેઝ ઉપર ખાંડ સીરપ બ્રશ કરી વ્હાઈટ ચોકલેટ ganache લગાવી દયો.

  7. 7

    હવે કેક નો બીજો બેઝ તેના ઉપર મૂકી તેને પણ ખાંડ સીરપ થી બ્રશ કરી ઉપર થી વ્હાઈટ ચોકલેટ રેડી દેવું આખી કેક કવર થાય એ રીતે. ચોકલેટe થોડું ગરમ રાખવું. ચોકલેટ ની બદલે વ્હિપડ ક્રીમ થી પણ ડેકોરેશન કરી શકાય.

  8. 8

    ઉપર થી મનગમતી વસ્તુ થી કેક ડેકોરેટ કરી ફ્રીઝ માં સેટ કરવા મૂકો અને બે કલાક પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes